Get The App

પ્રેસિડેન્ટ પુતિન મોંગોલિયાની મુલાકાતે ઇન્ટરનેશનલ કોર્ટની તો ઐસી કી તૈસી

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
પ્રેસિડેન્ટ પુતિન મોંગોલિયાની મુલાકાતે ઇન્ટરનેશનલ કોર્ટની તો ઐસી કી તૈસી 1 - image


- પુતિનનું રેડ કાર્પેટ અને ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત

- યુરોપિયન યુનિયને કહ્યું અમે જાણીએ જ છીએ કે તેમની ધરપકડ નહીં જ થાય : રશિયા બહાર રહેતા 50 રશિયનોએ ધરપકડની માંગણી કરી

ઉલાન-બટોર(મોંગોલિયા) : રશિયાના પ્રમુખ પુતિન મંગળવારે મોંગોલિયાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓનું રેડ કાર્પેટ અને ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કહેવાની જરૂર જ નથી કે યુક્રેન યુદ્ધમાં બાળકો સહિત અનકનાં મૃત્યુ માટે ધી હેગ સ્થિત પર્મેનન્ટ કોર્ટ ઓફ આર્બીટ્રેશને (ઇન્ટરનેશનલ કૌર્ટ) પુતિનની ધરપકડ કરવા આદેશ આપ્યો છે, પરંતુ તે આદેશનો અમલ કરવા માટે તેની પાસે કોઈ સાધન કે સામર્થ્ય નથી.

૧૮ મહીનાથી પુતિન ઉપર ધરપકડનું વોરન્ટ લટકે છે. તે અંગે યુરોપીયન યુનિયને તો પહેલેથી જ કહી દીધું હતું કે પુતિનની મુલાકાત સમયે તેઓની ધરપકડ થવાની કોઈ સંભાવના જ નથી. વૉરન્ટનો અમલ જ નહીં થાય.

મોંગોલિયા, લેન્ડ લોક્ડ કન્ટ્રી છે તે ઇંધણ તેમજ ઇલેક્ટ્રિસીટી માટે રશિયા ઉપર પૂરેપૂરૃં નિર્ભર છે. પુતિન આવ્યા ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યારે સૈનિકોએ ૧૩મી સદીના વિજેતા નેતા ચંઘીસ ખાનના સમયે પહેરવામાં આવતો લાલ અને ભૂરો યુનિફોર્મ પહેર્યો હતો. પુતિન આવ્યા ત્યારે તેઓનું અહીંનાં વિમાનગૃહે જ મોંગોલિયાના પ્રમુખ ઉનના ખુરેલ સુખે સ્વાગત કર્યું હતું. ત્યાંથી બંને નેતાઓ મંત્રણા માટે સરકારી મકાનમાં ગયા તે પૂર્વે મોંગોલિયાના ૧૩મી સદીના શાસક અને લગભગ ૩/૪ યુરેશિયા ખંડના વિજેતા ચંઘીસખાનની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પી હતી.

યુરોપિયા કમીશનનાં પ્રવક્તા નાબિલા મસ્સરાળએ કહ્યું હતું કે મોંગોલિયાએ ૨૦૦૨માં રોમ સ્થિત ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટના સિદ્ધાંતને સ્વીકાર્યો હતો. છતાં તેણે પુતિનની ધરપકડ કરી ન હતી. વાસ્તવમાં તેઓ વિમાનગૃહે ઉતર્યા કે તુર્ત જ તેઓની ધરપકડ કરવી જોઇતી હતી.

બીજી તરફ યુક્રેને પણ તેઓની ધરપકડ કરવાની ભલામણ કરી હતી. તે ઉપરાંત રશિયાની બહાર રહેલા ૫૦ રશિયનોએ વ્લાદીમીર કારા મુર્જાનાં નેતૃત્વ નીચે રશિયાની બહાર રહેતા ૫૦ રશિયનોએ પુતિનની ધરપકડ કરવા પત્ર લખ્યો હતો.

રશિયા અને મોંગોલિયાની મૈત્રીનો ૧૯૩૯થી ચાલી આવી છે. તે સમયે જાપાને ચીનના મંચુરિયા ઉપર કબ્જો જમાવી દીધો હતો અને ત્યાંથી મોંગોલિયા ઉપર પણ આક્રમણ શરૂ કર્યું ત્યારે રશિયન સૈન્યે જ મોંગોલિયાની સહાયે ગયું હતું અને જાપાનના હુમલાને મારી હઠાવ્યો હતો. તે દિવસની ૮૫મી જયંતિએ પ્રમુખ પુતિનની આ મુલાકાત ઉલ્લેખનીય બની રહે તેમ છે.

લગભગ સમગ્ર વિશ્વના બહિષ્કાર વચ્ચે પ્રમુખ પુતિને અંતરરાષ્ટ્રીય એકલતા તોડવા, મેમાં ચીનની મુલાકાત લીધી હતી. તે પછી ઉ.કોરિયા અને તેના અનુસંધાનમાં વિયેતનામની પણ મુલાકાત લીધી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી બ્રિક્સ શિખર પરિષદમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી.


Google NewsGoogle News