વિશ્વનું આ એક માત્ર ગામ છે કે જ્યા ક્યારેય નથી પડતો વરસાદ, જાણો શું છે તેનું કારણ
આ ગામ સમુદ્રની સપાટીથી 3200 મીટર ઉંચાઈ પર આવેલુ છે
સવારના સમયમાં કોઈ ગરમ કપડાં વગર બહાર નિકળી શકતું નથી, જ્યારે સુર્ય માથા પર આવે ત્યારે ભયંકર ગરમી પડે છે
Image Twitter |
તા. 27 ફેબ્રુઆરી 2023, સોમવાર
ભારતના મેઘાલયના માસિનરામ નામના ગામમાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ થાય છે. તો વળી દેશમાં લેદ સૌથી ઓછા વરસાદવાળી જગ્યા છે. અહી વર્ષે માત્ર 9.20 સેમી વરસાદ પડે છે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની રાજધાની અને સૌથી મોટુ શહેર છે. પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે દુનિયાની એવી કઈ જગ્યા છે કે જ્યા ક્યારેય વરસાદ પડ્યો નથી. આજે તમને આ ગામ વિશે વાત કરવાના છીએ. જે ગામમાં ક્યારેય વરસાદ પડ્યો નથી પરંતુ તેની પાછળ એક રહસ્ય જોડાયેલુ છે.
જો તમને પુછવામાં આવે કે દુનિયામાં એવી કઈ જગ્યા છે કે જ્યા ક્યારેય વરસાદ નથી થતો. તો આના જવાબમાં તમે પહેલા તો એવુ જ વિચારો કે આ જગ્યા બીજી કોઈ નહી પણ રણની જગ્યા જ હોય. તો તમારો જવાબ ખોટો છે... દુનિયામાં ક્યારેય વરસાદ નથી થયો તે ગામ એક ખૂબસુરત પહાડીઓ પર વસેલુ છે. આ ગામ યમનની રાજધાની સાનાના પશ્ચિમનાં મનખના નિર્દેશાલયના હરજ ક્ષેત્રમાં અલ-હુતૈગ નામનું ગામ છે.
![]() |
Image Twitter |
આ ગામ સમુદ્રની સપાટીથી 3200 મીટર ઉંચાઈ પર આવેલુ છે.
અલ-હુતૈગ નામનું ગામ સમુદ્રની સપાટીથી 3200 મીટર ઉંચાઈ પર આવેલુ છે. આ એક ખૂબ જ ગરમ વિસ્તાર છે. અહી શિયાળામાં સવારના સમયમાં કડકડતી ઠંડી પડે છે. આ બધા વચ્ચે સૌથી ખરાબ હાલત તો એ છે કે સવારના સમયમાં કોઈ ગરમ કપડાં વગર બહાર નિકળી શકતુ નથી અને ઘરમાં લોકો રજાઈ ઓઢી બેસી રહેવુ પડે છે. પરંતુ જ્યારે સુર્ય માથા પર આવે ત્યારે એટલી બધી ભયંકર ગરમી પડે છે કે રહેવુ ભારે પડી જાય છે અને વારંવાર તરસ પણ લાગ્યા કરે છે.
ગામને સુંદર રીતે વિકસાવવામાં આવ્યું હોવાથી પર્યટકો અહી રોકાવા માટે આવે છે
યમનના આ અલ-હુતૈગ ગામની ઓળખ દુરદુર સુધી છે. આ ગામને એટલી સુંદર રીતે વિકસાવવામાં આવ્યુ છે કે પર્યટકો અહી રોકાવા માટે આવે છે. તેમજ આ ગામ ઉપરથી નીચેની તરફ નજર કરવામાં આવે તો ખૂબ જ અતિસુંદર દેખાય છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલુ સુંદર ગામ હોવા છતા આ ગામમાં વરસાદ કેમ નથી પડતો.
આ ગામ પહાડની ચોટી ઉપર વસેલું છે તેથી તે વાદળો હંમેશા નીચે વરસે છે
આ ખૂબસુરત ગામ પહાડની ચોટી પર વસેલુ હોવાથી વાદળોથી હંમેશા ઉપર રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો વાદળો આ ગામથી નીચે જોવા મળે છે. જેનાથી લોકોને એવુ લાગે છે અમે સ્વર્ગમાં રહીએ છીએ. પરંતુ આટલા ખૂબસુરત ગામમાં ક્યારેય વરસાદ નથી પડતો. એનુ એક માત્ર કારણ છે આ ગામ વાદળોથી પણ ઉંચે છે. જેના કારણે વાદળો નીચે વરસી જાય છે અને ઉપરનો ભાગ કોરો રહે છે. એક બુંદ પાણી પણ નથી પડતું.
આ સંપ્રદાયના લોકો મુંબઈમાં પણ રહે છે.
આ ગામની વિશેષતા એ છે કે ગ્રામિણ અને શહેરો વિશેષતા સાથે પ્રાચિન તથા આધુનિક વાસ્તુકળા બન્નેને જોડે છે. આ ગામમાં મોટે ભાગે અલ-બોહરા અથવા અલ-મુકરમા સમુદાયના લોકો સાથે જોડાયેલ છે. તેમને યમની સમુદાય કહેવામાં આવે છે. આ મોહમ્મદ બુરહાનુદિનના નેતૃત્વવાળા મુસ્લિમ સંપ્રદાયથી જોડાયેલા છે. તેમજ આ સંપ્રદાયના લોકો મુંબઈમાં પણ રહે છે.