Get The App

અમેરિકા-ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકારો વચ્ચે અનેકવિધ મુદ્દાઓ પર સઘન મંત્રણા

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
અમેરિકા-ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકારો વચ્ચે અનેકવિધ મુદ્દાઓ પર સઘન મંત્રણા 1 - image


- ક્લિન એનર્જી સપ્લાય ચેઈંગ અને સંરક્ષણ સરકાર તથા ઈન્ડો-પેસિફિક વિવાદમાં સ્થિરતા પર ભાર મુકાયો

વોશિંગ્ટન : ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજિત દાવેલ અમેરિકાની મુલાકાતે છે. તેઓએ અમેરિકાના રાષ્ટ્રીય સલામતીના સલાહકાર જેક-સુલિવાન સાથે સઘન મંત્રાણાઓ કરી હતી. તેમાં, સંરક્ષણ તથા ઈન્ડોપેસિફિક વિસ્તારમાં શાંતિ અને સલામતી જાણવવાની મુદ્દો બની રહ્યો હતો.

આ ઉપરાંત ઈનિશ્યેટિવ ઓન ક્રિટકા એન્ડ ઈમર્જિગ ટેકનોલોજી (ICET) તથા ગ્રીન એનર્જી ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

આ માહિતી આપતા અમેરિકાનું સંરક્ષણ મંત્રાણય જણાવે છે કે બન્ને વચ્ચે ગ્રીન-એનર્જી અંગે પણ વિચાર વિમર્શ કરાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંદેશામાં જણાવ્યું હતું કે, આ માટે અમેરિકા અને ભારત વચ્ચે અનેક વિદ મુદ્દાઓ ઉપર ભાગીદારી ચાલી રહી છે. તેમાં સાયબર સિક્યુરીટિ સલામતી, શિક્ષણ, વિજ્ઞાન ટેકનોલોજી, ગ્રીન એનર્જી, પીપલ-ટુ-પીપલ કોન્ટેક્ટ મહત્વના મુદ્દાઓ બની રહ્યા હતા.ભારત-અમેરિકા સંબંધો અનેક ઉતાર-ચઢાવ વચ્ચે પણ અકબંધ રહ્યા છે.

Ajit-Doval

Google NewsGoogle News