Get The App

'Five Eyes' નેટવર્કની ગુપ્ત માહિતીને લીધે કેનેડા-ભારત વચ્ચે વિવાદની શરૂઆત થઈ? રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

ફાઈવ આઈ સંગઠને કેનેડાને એવી માહિતી આપી કે નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
'Five Eyes' નેટવર્કની ગુપ્ત માહિતીને લીધે કેનેડા-ભારત વચ્ચે વિવાદની શરૂઆત થઈ? રિપોર્ટમાં ચોંકાવનારો દાવો 1 - image


ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ સતત વધતો જાય છે. વિશ્વના દેશો પણ આ મામલે પોતાના નિવેદન આપી રહ્યા છે. એવામાં વિશ્વના પાંચ દેશોનું એક સંગઠન કે   'ફાઈવ આઈ' (Five Eyes Alliance)  ચર્ચામાં આવ્યું છે. આ સંગઠને કરેલા દાવાને કારણે જ ભારત અને કેનેડા વચ્ચે વિવાદની શરૂઆત થઈ હતી તેવું મનાય છે.   ફાઈવ આઈ સંગઠને કેનેડાને એવી માહિતી આપી હતી કે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હતી. ફાઈવ આઈ ઈન્ટેલિજન્સ નેટવર્ક દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે જ ઓટ્ટાવાએ નિજ્જર હત્યા કેસમાં ભારત સરકારને જવાબદાર ઠેરવી હતી.

Five Eyes Alliance દ્વારા આપવામાં આવી હતી માહિતી 

સરકારી સૂત્રો અનુસાર, કેનેડાએ નિજ્જરની હત્યા અંગે એક મહિના લાંબી તપાસ હાથ ધરી હતી જેમાં ભારતીય અધિકારીઓ, રાજદ્વારીઓ વચ્ચેની વાતચીત અને માહિતી ફાઇવ આઇઝ ઇન્ટેલિજન્સ નેટવર્કના સહયોગી દ્વારા આપવામાં આવી હતી. 

Five Eyes Alliance શું છે ? 

ફાઈવ આઈ ઈન્ટેલિજન્સ નેટવર્ક કેનેડા, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનું બનેલું છે. તેની સ્થાપના 1946માં થઈ હતી. નિજ્જરના હત્યા અંગે કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોના આક્ષેપો એક મોટા રાજદ્વારી સંકટમાં પરિણમ્યા છે અને ભારત સરકાર અને કેનેડાએ તેના રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા હતા. ઉપરાંત ભારત સરકારે ગઈકાલે કેનેડિયન લોકો માટે વિઝા પ્રક્રિયાને પર પણ રોક લગાવી હતી.

તપાસ માટે અવારનવાર ભારત આવ્યા કેનેડિયન રાષ્ટ્રીય સુરક્ષાના સલાહકાર 

અહેવાલમાં જણાવાયું છે કે, કેનેડિયન અધિકારીઓએ જૂન મહિનામાં થયેલી નિજ્જરની હત્યા કેસ મામલે તપાસમાં સહયોગ મેળવવા માટે ઘણી વખત ભારતની મુલાકાત લીધી હતી. કેનેડિયન રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર થોમસ ઓગસ્ટમાં ચાર દિવસ માટે ભારતમાં આવ્યા હતા, ત્યારબાદ આ મહિનામાં પણ પાંચ દિવસ ભારતની મુલાકાતે આવ્યા હતા.



Google NewsGoogle News