Get The App

પુતિને ડોનાલ્ડ ટ્રમ્પનું અપમાન કર્યાની ચર્ચા, ફોન કોલ પર 1 કલાક સુધી રાહ જોવડાવી

Updated: Mar 19th, 2025


Google News
Google News
પુતિને ડોનાલ્ડ ટ્રમ્પનું અપમાન કર્યાની ચર્ચા, ફોન કોલ પર 1 કલાક સુધી રાહ જોવડાવી 1 - image


Putin's insult to Donald Trump is discussed: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં પગલાં ભરવા મંગળવારે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ઊર્જા અને માળખાગત સુવિધાઓને ટારગેટ કરીને હુમલાઓ રોકી યુદ્ધવિરામ બંધ કરવા સંમત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ વાતચીતને શાનદાર ગણાવી છે. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પુતિને ટ્રમ્પને ફોન પર વાત કરવા માટે લગભગ એક કલાક રાહ જોવડાવી હતી. જેને અમેરિકન રાષ્ટ્રપતિના અપમાન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં રશિયાએ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા પ્રસ્તાવિત 30 દિવસના યુદ્ધવિરામને પણ નકારી કાઢ્યો.

આ પણ વાંચો: અંતરિક્ષમાં 3 મહિનામાં જ ભોજન પતી ગયું હતું... તો સુનિતા વિલિયમ્સ શું ખાઈને જીવીત રહ્યાં?

પુતિન મોસ્કોમાં ઉદ્યોગપતિઓ સાથે એક વાર્ષિક કાર્યક્રમમાં વ્યસ્ત હતા

પુતિને ટ્રમ્પને ફોન પર વાત કરવા માટે રાહ જોવડાવી હતી અને પછી યુક્રેનના ઉર્જા માળખા સુધી હુમલા મર્યાદિત રાખવા સંમતિ આપી હતી. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ટ્રમ્પ રશિયન રાષ્ટ્રપતિ સાથે વાત કરવા માંગતા હતા, ત્યારે પુતિન મોસ્કોમાં ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ સાથે એક વાર્ષિક કાર્યક્રમમાં વ્યસ્ત હતા.

4 વાગ્યે વાત કરવાનું યાદ અપાવ્યું, તો પુતિને સ્માઈલી સાથે અવગણી

માહિતી પ્રમાણે ટ્રમ્પનો ફોન કોલ રશિયન સમય પ્રમાણે સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે નક્કી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના યજમાને પુતિનને સાંજે 4 વાગ્યાની આસપાસ ફોન પર વાત યાદ કરાવ્યું હતું. તેના જવાબમાં પુતિને સ્માઈલી સાથે આ વાતને અવગણી હતી. વાયરલ ફૂટેજમાં આ જોઈ શકાય છે. પુતિન સાંજે 5 વાગ્યાની આસપાસ ક્રેમલિન પહોંચ્યા. ત્યાર બાદ બંનેએ ફોન પર વાત કરી હતી.

સોશિયલ મીડિયા વાયરલ પોસ્ટમાં યુઝર્સે કરી વિવિધ કોમેન્ટ

આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ તેને ટ્રમ્પનું ઇરાદાપૂર્વકનું અપમાન ગણાવ્યું. એક યુઝરે X પ્લેટફોર્મ પર લખ્યું છે કે,  'નેતાઓને રાહ જોવડાવવીએ પુતિનનો જૂની તાકાતનો પાવર છે. પણ આ ખૂબ ક્રૂર હતું.' અન્ય એક X યુઝરે લખ્યું. 'પુતિને ચેતવણીની અવગણના કરી અને ટ્રમ્પને દુનિયા સામે અપમાનિત કર્યા છે.

આ પણ વાંચો: અમેરિકાના સંરક્ષણ વિભાગમાં 60000ની છટણીના ટાર્ગેટથી ખળભળાટ, ઉદ્દેશ્ય માત્ર ખર્ચ ઘટાડવાનો

તો કેટલાક લોકોએ આ વિલંબને પુતિનના પક્ષમાં સ્પષ્ટ સંકેત તરીકે માની રહ્યા છે.  એક યુઝરે કહ્યું, 'પુતિને ટ્રમ્પને પોતાની રીતે રમાડ્યા છે. તેમને યુદ્ધવિરામનો કોઈ વાસ્તવિક ઇરાદો નથી અને તેઓ પોતાના એજન્ડા આગળ ધપાવવાનું ચાલુ રાખતાં વિશ્વ નેતાઓને મૂંઝવણમાં મૂકી રહ્યા છે.'

Tags :
Donald-TrumpPutinPhone-Call

Google News
Google News