બ્રિટનમાં ગણેશોત્સવ દરમિયાન હિન્દુ પૂજારી સાથે પોલીસનુ અમાનવીય વર્તન

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
બ્રિટનમાં ગણેશોત્સવ દરમિયાન હિન્દુ પૂજારી સાથે પોલીસનુ અમાનવીય વર્તન 1 - image

image : twitter

લંડન,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

બ્રિટનમાં પણ હિન્દુ સમુદાય ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન બ્રિટનની પોલીસે હિન્દુ પૂજારી સાથે અમાનવીય વર્તન કરીને તેમને ધક્કો માર્યો હતો. 

બ્રિટન પોલીસે જોકે પોતાની સફાઈમાં કહ્યુ છે કે, ઈમરજન્સી કર્મચારી પર હુમલો કરવાના આરોપીમાં 55 વર્ષીય વ્યક્તિ એટલે કે પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. 

આ ઘટના લિસ્ટર સઙેરની છે. જેનો વિડિયો વાયરલ થયો છે. જેમાં ભારતીય સમુદાયના લોકો અને પોલીસ અધિકારી વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. પોલીસનુ કહેવુ છે કે, ધાર્મિક ઉત્સવ ઉજવવા માટે મંજૂરી લેવામાં આવી હતી પણ સોમવારે એક શોભાયાત્રા વગર પરવાનગીએ કાઢવામાં આવી હતી. જેના કારણે પોલીસે ત્યાં પહોચીને લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે એક ઈમરજન્સી વર્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ તેને મુકત પણ કરી દેવાયો છે. જોકે પોલીસ દ્વારા હજી પણ મામલાની તપાસ ચાલી રહી છે. 

જોકે પોલીસ પર હિન્દુ સમુદાયે પૂજારીને ધક્કો મારીને અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે અને કહેવામાં આવ્યુ છે કે, ગણેશોત્સવ દરમિયાન પોલીસે વિઘ્ન નાંખ્યુ હતુ. પોલીસના સાર્જન્ટ એડમ અહેમદે હિન્દુ પૂજારીને ધક્કો માર્યો હતો. 

પોલીસે આરોપોના જવાબમાં કહ્યુ છે કે, અમે દરેક સમુદાય પોતાનો ઉત્સવ ઉજવી શકે તે માટે તેમની સાથેનુ જોડાણ રાખતા હોઈએ છે.

અમારો આગ્રહ છે કે, પોલીસ પાસે લોકો પોતાના ઉત્સવ કે સરઘસ માટે અગાઉથી મંજૂરી લે. 


Google NewsGoogle News