લોટ 500 રૂ. કિલો, તેલ 900 રૂ. લિટર... પાકિસ્તાનમાં હાલત બદતર, IMF સામે હાથ ફેલાવવા મજબૂર
File Photo |
Inflation In Pakistan: દેવામાં ડૂબેલા પાકિસ્તાનની સ્થિતિ કંગાળ થઈ ગઈ છે. લોકોને પોતાની પ્રાથમિક જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. પાકિસ્તાનમાં મોંઘવારી પહેલેથી જ ચરમસીમાએ પહોચી ગઈ છે. પરંતુ હવે રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ વધારાને કારણે મોંઘવારીએ ફરી પાકિસ્તાની લોકોના ખિસ્સા ખાલી કર રહી છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ચીનના દેવા નીચે દબાય ગયું છે. સરકારે આઈએમએફ(IMF) પાસે ભીખ માંગવાની જરૂર પડી છે. આઈએમએફે પાકિસ્તાનને પૈસા આપવા માટે ત્યાની સરકાર સામે કઠોર શરતો મૂકી છે. જે સરકાર માટે આફતરૂપ બની છે. દેશમાં લોટની કિંમત 800 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો અને તેલ 900 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને એક રોટલી માટે 25 રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે.
આ પણ વાંચો: China Flood 2024: ચીનમાં ભારે વરસાદથી તબાહી, આખા વર્ષનો વરસાદ 24 કલાકમાં ખાબક્યો
લોકોને એક રોટલી મેળવવા પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે
પાકિસ્તાનમાં જીવન ખર્ચ પણ તેની ચરમસીમાએ પહોચી રહ્યો છે. લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. પાકિસ્તાની રૂપિયાની કિંમત પણ સતત નીચે જઈ રહી છે. ખોરાકની સાથે સાથે આવાસ, શિક્ષણ, અને આરોગ્ય પણ સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહ્યું છે. તો બીજી તરફ આઈએમએફ પાકિસ્તાન સરકારને સબસિડી ખતમ કરવાનું દબાણ કરી રહ્યું છે. આ બધી વિકટ પરીસ્થિતિ હોવા છતાં પાકિસ્તાને સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો કર્યો છે. પાકિસ્તાન સેનાને નાણાકીય વર્ષ 2024-25 માટે 2,122 અબજ રૂપિયા આપવામાં આવ્યા છે.
પાકિસ્તાનનો જીડીપી(GDP) 3 ટકાની આસપાસ રહેવાની સમભાવના
પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબના જણાવ્યા અનુસાર, દેશની જીડીપી 3.6 ટકાની ઝડપે આગળ વધશે. જે ગત નાણાકીય વર્ષના 3.5 ટકાના આંકડા કરતાં વધુ છે. જોકે નિષ્ણાતોનું માની રહ્યા છે કે પાકિસ્તાન 2.38 ટકા જીડીપી સુધી જ પહોચી શકશે. પાકિસ્તાનનું કુલ બજેટ 18,877 અબજ રૂપિયા છે. આમાં રક્ષા ક્ષેત્રનો હિસ્સો બીજા નંબરે આવે છે.
આ પણ વાંચો: ક્રિકેટ ચાહકો માટે ખુશખબર, આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં ટક્કર, કોનું પલડું ભારે?
બજેટનો સૌથી વધારે ખર્ચ દેવું ભરપાઈ કરવામાં જાય છે
પાકિસ્તાન તેના મિત્ર એવા ચીનના દેવા નીચે દબાઈ ગયું છે. પાકિસ્તાનના કુલ બજેટનો સૌથી વધારે ખર્ચો દેવું ભરપાઈ કરવામાં ચાલ્યો જાય છે. પાકિસ્તાને લગભગ 9700 અરબ રૂપિયા લોનની ચુકવણી કરવામાં જશે. નાણા મંત્રી અનુસાર મોંઘવારી 12 ટકાની આસપાસ રહી શકે છે. દેશનું ટેક્સ કલેક્શન 12,970 અબજ રૂપિયા રહેવાનો અંદાજ છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણની પણ જાહેરાત કરી છે.