ઇંડોનેશિયામાં રૂઆંગ જ્વાળામુખી ધધકતો રહ્યો છે 14 કલાકમાં પાંચ વિસ્ફોટ : સુનામીની ચેતવણી અપાઈ
- આ સુલાબેસી ટાપુના 11000 રહેવાસીઓનું સ્થળાંતર કરાયું સૌથી વધુ ભય તે છે કે, 1871ના કાક્રાઓટા જ્વાળામુખી જેવો ભયંકર વિસ્ફોટ ન થાય
જાકાર્તા : ઇન્ડોનેશિયામાં રૂઆંગ જ્વાળામુખી ધગધગી રહ્યો છે તેમાં ૨૪ કલાકમાં પાંચ પ્રચંડ વિસ્ફોટો નોંધાયા છે. ચારે તરફ રાખ ફેલાઈ રહી છે. આ સાથે સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓએ ૧૧ હજારથી વધુ લોકોને, આસપાસનો પણ વિસ્તાર છોડી દેવા જણાવી દીધું છે. પર્યટકોને પણ ત્યાંથી દૂર રેહવા ચેતવણી અપાઈ ગઈ છે.
આ પૂર્વે ૮૦૦ નિવાસીઓને તો બુધવારે જ સ્થળાંતર કરવામાં આવ્યા છે. પર્યટકો સહિત અન્યોને તે વિસ્તારતી છ કી.મી. દૂર રહેવા જણાવી દેવાયું છે. અધિકારીઓને ચિંતા છે કે કદાચ સુનામી ઉપસ્થિત થઇ જશે. કદાચ જ્વાળામુખીનો એક ભાગ સમુદ્રમાં પણ પડી જવા સંભવ છે. આ જ્વાળામુખી વિસ્ફોટની સાથે ૧૮૭૧માં ક્રાકાઓટા વૉલ્કેનોના અતિ પ્રચંડ વિસ્ફોટની યાદ તાજી થાય છે.
જ્વાળામુખી ઉપર ધ્યાન રાખનારા ઇંડોનેશિયાના એક અધિકારી હેરૂનિગ્યાએ દેસીએ ગઇકાલે (બુધવારે) સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે માઉન્ટ રૂઆંગમાં થયેલા આ વિસ્ફોટનું મૂળકારણ તાજેતરમાં થયેલો ભૂકંપ હોઈ શકે, આ ટાપુ ઉપરથી ૧.૮ કી.મી. (આશરે ૧.૧ માઈલ) જેટલાં ખતરનાક અને વિસ્ફોટક રીતે વાદળો છવાઈ રહ્યાં હતાં.