ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુની હત્યાનું ઈસ્લામિક સ્ટેટનું કાવતરું નિષ્ફળ, સાતની ધરપકડ
Failed plot to attack Pope in Indonesia: ઈન્ડોનેશિયાની પોલીસે પોપ ફ્રાન્સિસની હત્યાનું ષડયંત્ર રચનારા સાત લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ ગત સપ્તાહની શરૂઆતમાં પોપની ઈન્ડોનેશિયા મુલાકાત દરમિયાન હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસે 2 અને 3 સપ્ટેમ્બરના રોજ જકાર્તાના પશ્ચિમી સુમાત્રાના બોગોર અને બેકાસી શહેરોની સાથે બાંગ્કા બેલિતુંગ આઈલેન્ડ પ્રાંતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ડિટેચમેન્ટ-88એ કરી હતી.
પોપ ફ્રાન્સિસ એશિયા પેસિફિકના જકાર્તા અને સિંગાપોરની 12 દિવસીય મુલાકાત લેવાના છે. આ મુલાકાત પૂર્વીય તિમોરની રાજધાની દિલી પર મોટી અસર થઈ શકે છે. હાલ પૂર્વીય તિમોર સ્થિત ચર્ચ શોષણ અને કૌભાંડોના આરોપોનો સામનો કરી રહ્યું છે. શુક્રવારે પોતાની 12 દિવસીય મુલાકાતનો પહેલો તબક્કો પૂરો કરશે.
આ રીતે રચ્યું ષડયંત્ર
રિપોર્ટ્સ અનુસાર, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને સુત્રો પરથી આ ષડયંત્રની જાણકારી મળી હતી. જેમાં પોલીસે એક શકમંદના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં તીર-કામઠા, ડ્રોન અને આઈએસઆઈએસ સંબંધિત પ્રચાર સામગ્રીઓ મળી આવી હતી. આ ઘરમાં રહેતાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ આઈએએસ સાથે જોડાયેલા હોવાની સ્વીકાર્યું છે. પોપ ફ્રાન્સિસ 3થી 6 સપ્ટેમ્બર દરમિયાન જકાર્તામાં હતાં.
પોપ ફ્રાન્સિસની જકાર્તા સ્થિત ઈસ્તિકલાલ મસ્જિદની મુલાકાતથી આતંકવાદીઓ નારાજ હતા. મસ્જિદ દક્ષિણ-પૂર્વીય એશિયાની સૌથી મોટી મસ્જિદ છે. આંતકવાદીઓ સરકારના આ આદેશને પચાવી શક્યા ન હતાં કે, પોપની મસ્જિદ મુલાકાત દરમિયાન રોજિંદા અઝાનના પ્રસારણ પર રોક લગાવવામાં આવી છે. જો કે, પોપની મુલાકાતનું પ્રસારણ કરી શકાય એ હેતુથી આ નિર્ણય લેવાયો હતો.