Get The App

લોકસભા ચૂંટણી બાદ ભારત સાથેના સબંધો સુધરવાની આશાઃ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી બાદ ભારત સાથેના સબંધો સુધરવાની આશાઃ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી 1 - image

image : Twitter

Pak Defence Minister on Indo Pak Relation : પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફે લોકસભા ચૂંટણી બાદ ભારત સાથેના સબંધો સુધરશે તેવી આશા વ્યક્ત કરી છે.

ઈસ્લામાબાદ સંસદ ભવનની બહાર ખ્વાજા આસિફે ઉપરોક્ત નિવેદન આપતા કહ્યુ હતુ કે, ભારત અને પાકિસ્તાનના સબંધોનો પોતાનો એક ઈતિહાસ છે અને લોકસભા ચૂંટણી બાદ બંને દેશોના સબંધોમાં સુધારો જોવા મળશે તેવી અમને આશા છે.

આસિફે અફઘાનિસ્તાન સાથેના સબંધો અંગે પણ કહ્યુ હતુ કે, પાકિસ્તાન પ્રત્યે અફઘાનિસ્તાનની સરકારના વલણમાં જોવા મળી રહેલા ઉતાર ચઢાવના કારણે પાડોશી દેશ માટે અમારી પાસેના વિકલ્પો ઘટી રહ્યા છે. પાકિસ્તાને હંમેશા અફઘાનિસ્તાનનો સાથ આપ્યો છે અને તેમના માટે પાકિસ્તાન યુધ્ધ પણ લડ્યુ છે. આમ છતા પાકિસ્તાન પર આતંકવાદી હુમલો કરી રહેલા સંગઠનોને અફઘાનિસ્તાનની ધરતી પર આશ્રય મળી રહ્યો છે. અમે તાલિબાન સરકારને મળીને આતંકવાદને રોકવા માટે પ્રભાવશાળી કાર્યવાહી કરવા માટે પણ અનુરોધ કર્યો છે. જોકે અફઘાનિસ્તાન જે પ્રકારનો પ્રસ્તાવ મુકી રહ્યુ છે તેનો અમલ વ્યવહારુ રીતે શક્ય નથી.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનુ ભારત માટેનુ નિવેદન અણધાર્યુ છે. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પણ સ્વીકાર્યુ હતુ કે, પાકિસ્તાનમાં ત્રીજા દેશો થકી ભારતીય વસ્તુઓની આયાત કરવામાં આવી રહી છે અને તેની અમારે વધારે કિંમત ચુકવવી પડી રહી છે. આ સંજોગોમાં અમે તમામ પક્ષો સાથે વાતચીત કરીને ભારત સાથે વેપાર શરૂ કરવા માટે વિચારણા કરીશું.


Google NewsGoogle News