માલદીવમાંથી હવે, ભારતના સૈનિકો પાછા નહીં આવે : પ્રમુખ મુઇજ્જુની શાન ઠેકાણે આવી

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
માલદીવમાંથી હવે, ભારતના સૈનિકો પાછા નહીં આવે : પ્રમુખ મુઇજ્જુની શાન ઠેકાણે આવી 1 - image


- 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચી લેવા મુઇજ્જુએ કહ્યું હતું

- વાસ્તવમાં 80 સૈનિકો જ ત્યાં છે, તેમની બદલી કરાશે આ સૈનિકોએ સેંકડો લોકોને તબીબી સહાય આપી છે, અન્ય સહાય પણ કરી છે

માલે, નવી દિલ્હી : ભારત માલદીવ વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન મહત્ત્વના સમાચાર આવ્યા છે કે પ્રમુખ મોહમ્મદ મુઇજ્જુની સાન ઠેકાણે આવી છે, અને તેમણે ભારતીય સૈનિકોને પાછા ખેંચી લેવાનો હુક્મ રદ્દ કર્યો છે. ભારત અને માલદીવનાં વિદેશ મંત્રાલયો વચ્ચે દિલ્હીમાં થયેલી મંત્રણા દરમિયાન, આ ટાપુ રાષ્ટ્રમાં ૩ વિમાની પ્લેટફોર્મ્સ ઉપર રહેલા ભારતના ૮૦ સૈનિકોની બદલી કરી, બીજા તેટલી જ સૈનિકો ત્યાં મોકલવામાં આવશે. આ પ્રક્રિયાનું પહેલું ચરણ ૧૦ માર્ચ સુધીમાં પૂરૃં થઇ જશે. વાસ્તવમાં, પ્રમુખ મોહમ્મદ મોઇજ્જુએ પહેલાં કહ્યું હતું કે ભારત તેના સૈનિકોને પાછા બોલાવી લે, આ હુક્મ તેમણે ચીનનાં દબાણ નીચે કર્યો હોવાનું માનવામાં આવે છે.

આ પૂર્વે સીયોમી ૨૮ શિખર સંમેલન સમયે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના પ્રમુખ મુઇજ્જુ વચ્ચે થયેલી મંત્રણામાં આ વિવાદ ઉકેલવા એક કોર ગુ્રપ રચવા માટે નિર્ણય લેવાયો હતો.

મૂળવાત તેમ છે કે ભારતના માત્ર ૮૦ સૈનિકો જ માલદીવમાં છે. તેઓ બે હેલિકોપ્ટર્સ અને એક વિમાનનાં સંચાલન માટે ત્યાં રહેલા છે. પરંતુ તેઓ સેંકડો નાગરિકોને મેડીકલ ટ્રીટમેન્ટ પણ આપે છે તથા અન્ય સહાય પણ કરે છે.

ગત વર્ષે થયેલી ચૂંટણીમાં ભારત તરફી પ્રમુખ ઇબ્રાહીમ મોહમ્મદ સાલેહને પરાજિત કરી. મોહમ્મદ મુઇજ્જુ પ્રમુખ પદે આવ્યા હતા. તેઓ ચીન તરફી છે, પરંતુ તેમનાં ભારત વિરોધી વલણનો તેમના દેશમાં જ ભારે વિરોધ થઇ રહ્યો છે. જનતા કહે છે કે ભારત તો આપણો ૧૯૯ નંબર (આપત્તી સમયની સહાયનો નંબર) છે. સુનામી સમયે ભારતે જ લાખ્ખો બોટલ પાણી અને અન્ય પૂરવઠો પૂરો પાડયો હતો. સંસદમાં તો મુઇજ્જુ ઉપર મહાઅભિયોગની તૈયારી થઇ હતી. હવે, રહી રહીને મુઇજ્જુની સાન ઠેકાણે આવી છે. તેણે ભારતીય સૈનિકોને રહેવા દેવાનું સ્વીકાર્યું છે.


Google NewsGoogle News