Get The App

ભારતના પ્રતિનિધિમંડળ સાથે તાલિબાનના વિદેશ મંત્રીની મુલાકાત, મદદ માટે ભારતનો વિશેષ આભાર માન્યો

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
ભારતના પ્રતિનિધિમંડળ સાથે તાલિબાનના વિદેશ મંત્રીની મુલાકાત, મદદ માટે ભારતનો વિશેષ આભાર માન્યો 1 - image

image : Twitter

નવી દિલ્હી,તા.8 માર્ચ 2024,શુક્રવાર

અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો સાથે ભારતના સંબધો ધીરે ધીરે પણ મક્કમ રીતે મજબૂત બની રહ્યા હોવાથી પાકિસ્તાનની સરકાર રઘવાઈ બની રહી છે.

મળતી વિગતો પ્રમાણે અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી સાથે ભારતીય પ્રતિનિધિ મંડળે ગુરુવારે મુલાકાત કરી છે.

તાલિબાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા અબ્દુલ કહર બલ્ખીએ કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે આર્થિક મુદ્દાઓ પર લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી. બંને દેશો વચ્ચે ઐતિહાસિક સબંધો છે. માનવીય સહાયતા મોકલવા બદલ અમે ભારતના વિશેષ આભારી છે.

જ્યારે ભારતના પ્રવકતા જે પી સિંહે કહ્યુ હતુ કે, ભારતે અઢી વર્ષમાં સંખ્યાબંધ વખત અફઘાનિસ્તાનને મદદ પહોંચાડી છે. બંને દેશો ડ્રગ્સની તસ્કરી રોકવા માટે અને અફઘાનિસ્તાનમાં સુરક્ષા તેમજ સ્થિરતા જાળવવા માટે રસ ધરાવે છે.

ભારતીય પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત બાદ વિદેશ મત્રી મુત્તાકીએ કહ્યુ હતુ કે, અમે પાડોશી દેશો સાથે સંતુલિત સબંધો રાખવાની નીતિના ભાગરુપે ભારત સાથે રાજકીય તેમજ આર્થિક સબંધો મજબૂત કરવા માંગીએ છે.


Google NewsGoogle News