Get The App

ભારતનાં અગ્નિ-5નાં પરીક્ષણથી પાકિસ્તાનમાં હડકંપ ભારતને વિનંતી કરી કે હવે પરીક્ષણ પહેલાં અમને જણાવજો

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
ભારતનાં અગ્નિ-5નાં પરીક્ષણથી પાકિસ્તાનમાં હડકંપ ભારતને વિનંતી કરી કે હવે પરીક્ષણ પહેલાં અમને જણાવજો 1 - image


- પાક.ના પરમ મિત્ર ચીનનો પૂર્વ-તટ અગ્નિથી દઝાડી શકે તેમ છે

- પૂર્ણત: સ્વનિર્મિત અગ્નિ-૫ પછી ભારત ICBM પણ બનાવવા તરફ આગળ વધતું હોવાથી પાકિસ્તાન ગભરાયું છે

ઇસ્લામાબાદ : ભારતની શક્તિ દુનિયા જોઈ રહી છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતે પોતાની શક્તિનો ધ્વજ ફરકાવી દીધો છે. તાજેતરમાં જ ભારતે સંપૂર્ણ રીતે સ્વનિર્મિત અગ્નિ-૫ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે, તેથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પરંતુ તે સાથે તેણે ભારતને વિનંતી કરી છે કે, આવાં કોઈ પરીક્ષણ માટેની પૂર્વ-નિર્ધારિત સમય-સીમાનું તમારે પાલન કરવું જોઈએ તેટલું જ નહીં પરંતુ પરીક્ષણ પહેલાં પાડોશી દેશોને તે અંગે સંજ્ઞાન આપી દેવું જોઈએ. 

નિરીક્ષકો પાકિસ્તાનની આશંકા પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરતાં જણાવે છે કે, વાસ્તવમાં ૫,૦૦૦ કી.મી. સુધી અચૂક પ્રહાર કરી શકે તેવાં આ અગ્નિ-૫ મિસાઈલની પ્રહાર મર્યાદામાં પાકિસ્તાનનાં પરમ-મિત્ર અને સંકટ સમયનાં સાથી તેવાં ચીનનો ઉત્તરે મંમુરિયાનાં મુખ્ય શહેર હાર્બિનથી શરૂ કરી બૈજિંગ તેનું કોમર્શિયલ કેપિટલ શાંઘાઈ અને છેક દક્ષિણ પૂર્વે રહેલું ફૂચાઉ (ચીનની ભાષામાં ફુઝામા) પણ આવરી શકાય તેમ છે. તેથી હવે ચીન ભારત સાથે પનારા પાડતાં બે વખત નહીં ચાર વખત વિચારશે તેથી ભારત સામે તલવાર તાણવી હવે પાકિસ્તાનને મુશ્કેલ બનશે કારણ કે તેનું પરમ મિત્ર અને સંકટ સમયનું સાથી ચીન ભારતને તેનાં મિસાઈલથી ડરાવી નહીં શકે.

બીજું હવે ભારત આ બેલાસ્ટિક મિસાઈલ પછી ઇંટર-કોન્ટીનટલ બેલાસ્ટિક મિસાઇલ બનાવવા આગળ વધી રહ્યું છે. તેવી દુનિયાભરના દેશોમાં હવા પ્રસરી રહી છે.

આથી ચિંતાતુર બનેલા પાકિસ્તાનને પૂર્વ સૂચના-સમજૂતી કરારોનાં પેટા-૨માં જણાવેલ ત્રણ દિવસની પૂર્વ સૂચનાના નિયમનું પાલન ભારતે નથી કર્યું તેવો આક્ષેપ ભારત પર મુક્યો છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય કાર્યાલયનાં પ્રવક્તા મુમતાજ જહરા બલૂચે પત્રકાર પરિષદ બોલાવી પત્રકારોને કહ્યું હતું કે ઇસ્લામાબાદે ૧૧મી માર્ચે ભારતે કરેલાં અગ્નિ-૫ મિસાઈલનાં પરિક્ષણની નોંધ લીધી છે. જે અંગે અમારે કહેવાનું છે કે ભારતે ૧૧ માર્ચે આ પરીક્ષણ કર્યું ત્યારે જ અમને તેની માહિતી મળી. વાસ્તવમાં તેણે તે સમજૂતી પ્રમાણે ૩ દિવસ પૂર્વેથી ભારતે પાડોશી દેશોને માહિતગાર કરવા જ જોઈએ. જે તેણે કર્યું નથી તે રીતે તેણે ઉક્ત સમજૂતીનો ભંગ કર્યો છે.

આ અગ્નિ-૫ની પ્રહાર મર્યાદામાં દક્ષિણ પૂર્વ એશિયા સહિત એશિયાના તમામ દેશો આવી જાય છે. ઉપરાંત પૂર્વે દક્ષિણ યુરોપના દેશો પણ આવૃત્ત થઈ જાય છે.


Google NewsGoogle News