ચીન-પાકિસ્તાન નહીં ભારતના આ પડોશી દેશ સાથે સરહદ વિવાદના એંધાણ: ચલણી નોટ પર છપાયો નવો નક્શો

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ચીન-પાકિસ્તાન નહીં ભારતના આ પડોશી દેશ સાથે સરહદ વિવાદના એંધાણ: ચલણી નોટ પર છપાયો નવો નક્શો 1 - image

Nepal Print New Bank Notes: ભારતના પાડોશી દેશ નેપાળ સાથે સરહદ વિવાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ નેપાળની સરકારે નોટો પર નવો નકશો છાપવાની મંજૂરી આપી હતી. જેમાં ભારતના ઘણાં વિસ્તારો દર્શાવવામાં આવ્યા હતા. હવે સમાચાર છે કે નેપાળે આ નોટો છાપવાનું શરૂ કરી દીધું છે. નેપાળની સેન્ટ્રલ બેંક અપડેટેડ નકશા સાથે નોટો છાપવાની તૈયારી કરી રહી કીધી છે. આમાં ભારતના વિવાદિત વિસ્તારો પણ છાપવામાં આવશે. સેન્ટ્રલ બેંકના સંયુક્ત પ્રવક્તા દિલીરામે આ વાતની પુષ્ટિ કરી છે. 

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બેંકે નકશા સાથે નોટો છાપવાની પ્રક્રિયા આગળ વધારી છે. નવા નકશામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોને ભારત પોતાના ક્ષેત્ર તરીકે દાવો કરે છે. જ્યારે નેપાળ તેના પ્રદેશો તરીકે દાવો કરે છે. બેંક નોટોની પ્રિન્ટિંગ 6 મહિનાથી એક વર્ષમાં પૂર્ણ કરી લેશે. તમને જણાવી દઈએ કે તત્કાલીન વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે 3 મેના રોજ આ નિર્ણયને મંજૂરી આપી હતી. તેની સામે ભારત સરકારે વાંધો ઉઠાવ્યો હતો.

અહેવાલ અનુસાર બેંકના પ્રવક્તા દિલીરામે દાવો કર્યો હતો કે ટેન્ડર બાદ પ્રિન્ટિંગની પ્રક્રિયા શરૂ થઈ છે. નેપાળી નોટો ઈન્ડોનેશિયા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને અન્ય દેશોમાં છાપવામાં આવી રહી છે. બેંક 100 રૂપિયાની નોટ છાપશે. જો કે બેંકે એ નથી જણાવ્યું કે નવા નકશા સાથે કેટલી નોટો બજારમાં આવશે. જો કે, 100 રૂપિયાની નોટ પછી બેંક જરૂરિયાત અનુસાર નવા નકશા સાથે વધુ નોટ છાપવાનું ચાલુ રાખશે. ભારત સતત કહેતું આવ્યું છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા તેના ભાગ છે. ભારતના વિદેશ મંત્રી જયશંકરે અગાઉ પણ આ વિવાદ અંગે વાંધો ઉઠાવી ચૂક્યા છે.


Google NewsGoogle News