ભારતનો ચૂંટણી જવર અમેરિકામાં પણ પ્રસર્યો : ઇન્ડીયન અમેરિકન્સે 20 શહેરોમાં કાર રેલી યોજી

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
ભારતનો ચૂંટણી જવર અમેરિકામાં પણ પ્રસર્યો : ઇન્ડીયન અમેરિકન્સે 20 શહેરોમાં કાર રેલી યોજી 1 - image


- 200 કાર, 300 પાર્ટીસીપન્ટસ મોદીનાં સમર્થનમાં નીકળી પડયા, દરેક મોટર ઉપર ભાજપ તરફી બેનર્સ અને ફ્લેગ્સ ફરકતા હતા

ન્યૂયોર્ક, નવી દિલ્હી : ભારતનો ચૂંટણી ફીવર અમેરિકામાં વસતા ભારતવંશીઓએ લાગુ પડી ગયો છે. અમેરિકામાં ૨૦ શહેરોમાં ભાજપના સમર્થકોએ વડાપ્રધાન મોદી, સતત ત્રીજી વાર વડા પ્રધાન બને અને ભાજપનાં નેતૃત્વ નીચેનું એન.ડી.એ. ગઠબંધન, ત્રીજી વખત સત્તાધીશ બને તેવી આશા વ્યક્ત કરતા નારા પણ લગાવ્યા હતા.

દરેકે દરેક કાર ઉપર ભાજપ તરફી બેનર્સ હતા. તેમજ ભાજપના ફ્લેગ ફરકતા જોવા મળ્યા હતા.

તે સર્વવિદિત છે કે ભારતમાં લોકસભાની ચૂંટણી તા. ૧૯મી એપ્રિલથી ૧લી જુન સુધી ૭ તબક્કામાં યોજાવાની છે. તે ચૂંટણીમાં ભાજપના સમર્થકો ૨૦૦ મોટરો લઇ નીકળી પડયા હતા. તેમાં કુલ ૩૦૦ પાર્ટીસીપન્ટસ હતા. આ ઉપરથી સાબિત થાય છે કે ચૂંટણી ફીવર માત્ર ભારતના જ નાગરિકોને નહીં, પરંતુ વિદેશોમાં વસતા ભારત-વંશીઓને પણ લાગુ પડયો છે. આથી ભારતીય જનતા પાર્ટીના ટેકેદારોએ અમેરિકામાં ૨૦ શહેરોમાં કાર રેલી યોજી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વિજયી બનાવવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સાથે ભારતના લોકોને ભાજપનાં નેતૃત્વ નીચેનાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)એ ૪૦૦થી વધુ બેઠકો અપાવવા અનુરોધ કર્યો હતો.

ધી ઓવર સીઝ ફેન્ડઝ ઓફ બીજેપી ઇન ધ યુએસના (ઓ-એફ બીજેપી યુએસએ) પ્રમુખે આ માહિતી આપતાં કહ્યું હતું કે ઇન્ડિયન અમેરિકન સમાજ, મોદીનાં નેતૃત્વ નીચેનાં ભાજપનું નેતૃત્વવાળું સંગઠન એનડીએ ૪૦૦થી વધુ વધુ બેઠકો લોકસભામાં મેળવે તે માટે ઘણો જ ઉત્સાહિત છે. તેઓના નારા છે ''અબકી બાર ૪૦૦ કે પાર'' અને બીજો નારો છે ''તીસરી બાર મોદી સરકાર''.

ઓ એફ બીજેપી યુએસએના નેશનલ જનરલ સેક્રેટરીએ અમેરિકામાં વસતા ભારત વંશીઓનો ઉત્સાહ દર્શાવતાં કહ્યું હતું કે અમારા સમાજે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઇસ્ટ કોસ્ટથી શરૂ કરી વેસ્ટ કોસ્ટ સુધી જનારી આ કાર રેલી જુદાં જુદાં ૨૦ શહેરોમાં યોજવામાં આવી હતી, અને તેમાં સંપૂર્ણ પારસ્પરિક સહકાર તથા સંકલન જોવા મળ્યું હતું.


Google NewsGoogle News