ડોનાલ્ડ ટ્રમ્પ જીતે તો ભારતને ફાયદો કે નુકસાન? આ ક્ષેત્રમાં વધશે શક્યતા! શત્રુ દેશોને લાગશે 'ઝટકો'
Donald Trump: અમેરિકમાં પ્રમુખ પદની ચૂંટણી રોમાંચક મોડ પર છે. ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં પરત ફરવાની શક્યતાઓ વધતી નજર આવી રહી છે. આ શક્યતાની પાછળ ઘણા કારણ છે. કેટલાક પોલિટિકલ કમેન્ટેટર્સનું માનવું છે કે, ટ્રમ્પ પર થયેલો જીવલેણ હુમલો તેમના પક્ષમાં ગયો છે. બીજી તરફ સિલિકોન વેલી તરફથી મળી રહેલું સમર્થન પણ ટ્રમ્પની અપેક્ષાઓને હવા આપી રહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં એલોન મસ્ક અને એન્ડ્રીસન હોરોવિટ્ઝના કો-ફાઉન્ડર્સે ટ્રમ્પના સમર્થનમાં પોતાની વાત રાખી હતી. રાજકીય રીતે સિલિકોન વેલીની અપ્રોચમાં આ બદલાવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તમામ બાબતો પર ભારત પર ઝીણવટ પૂર્વક નજર રાખી રહ્યું છે. તેનું કારણ એ છે કે ચીન-અમેરિકાના તણાવપૂર્ણ સબંધોનો ફાયદો ભારતને મળી શકે છે.
ચીન માટે ટ્રમ્પનું વલણ સખ્ત
ચીનને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ખૂબ જ સખ્ત રહ્યું છે. ટેરિફ એન્ડ ટેક રેસ્ટ્રિક્શન્સ અંગે ટ્રમ્પનું વલણ સિલિકોન વેલીની રણનીતિથી સાથે મેળ ખાય છે. ટ્રેડ વોર વચ્ચે ચીની નિર્માતાઓ અને માર્કેટ પર વધુ નિર્ભરતા અમેરિકી ટેક માર્કેટને પસંદ નથી આવી રહ્યું. આવી સ્થિતિમાં સિલિકોન વેલી ટેક્નોલોજીના ઈન્ટરનેશનલ માર્કેટમાં સામ્ય બેસાડવાનો પ્રયાસ કરતી નજર આવી રહી છે. તેનો સીધો ફાયદો ભારત જેવા મોટા બજારને મળી શકે છે. IIM ઈન્દોરમાં જિયોપોલિટિક્સના એક પ્રોફેસર એક સિનોલોજિસ્ટ છે અને ફુલબ્રાઈટ ફેલો છે. પ્રોફેસરનું કહેવું છે કે, જો ટ્રમ્પ પ્રમુખ બનશે તો એ નક્કી છે કે, ભારત-અમેરિકા વધુ નજીક આવશે. ટ્રમ્પના પૂર્વના કાર્યકાળમાં પણ આપણે એ જોઈ ચૂક્યા છીએ.
ચીન અને અમેરિકાના સબંધોમાં તણાવ
તેમણે આગળ કહ્યું કે, ચીન અને અમેરિકાના સબંધોમાં તણાવ વધશે અને તેનો સીધો ફાયદો ભારતને મળી શકે છે. ટેક ઈન્વેસ્ટમેન્ટ ભારત આવશે. પ્રોફેસરે તેને ઉદાહરણ આપીને પણ સમજાવ્યું. જ્યારે ચીન સાથે અમેરિકાના સબંધો વણસ્યા ત્યારે બિન-ચીની દેશોમાં સપ્લાય માટે એપ્પલને ભારત તરફ આવવું પડ્યું. ભારતીય ડેમોગ્રાફી અને સસ્તા સ્કિલ્ડ લેબરે આ મામલે એપ્પલની મદદ કરી. આવું જ કંઈક તાઈવાનની કંપની ફોક્સવેગને પણ કર્યું હતું. આવી જ રીતે બીજી મોટી ટેક કંપનીઓ પણ ભારત તરફ વળી શકે છે. ભારતના લોકોમાં ટેક્નોલોજી અંગે ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. આ વાત પણ અમેરિકી કંપનીઓને અંહી આવીને રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપશે.
એક પડકાર પણ છે
વિડંબના એ છે કે, ભારત અને ચીન વચ્ચે મોટા ભાગના મામલે ટક્કર રહેતી હોય છે, પરંતુ જ્યારે ગ્રીન ટેકની વાત આવે ત્યારે બંને દેશોની સ્થિતિ સમાન હોય છે. તેનાથી અમેરિકાને પણ સમસ્યા છે. જો ટ્રમ્પ પ્રમુખ બનશે તો તેમા વધારો થશે. બાઈડન સરકારે મે મહિનામાં ચીની ગ્રીન ટેક કંપનીઓ પર ભારે કર ની ઘોષણા કરી હતી. જો ટ્રમ્પ સત્તામાં આવશે તો તેમા વધારો થશે. આ એ જ બાબત છે જ્યાં ભારતીય રાજદૂતેને ખૂબ સાચવી-સાચવીને પગલું ભરવું પડે છે. પ્રોફેસર રમનનું કહેવું છે કે, ટ્રમ્પ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી બાબતોમાં વિશ્વાસ નથી કરતા. અગાઉ પણ ટ્રમ્પ આવી બાબતોથી અંતર જાળવી ચૂક્યા છે. ભવિષ્યમાં પણ તેઓ આવું નહીં કરશે એ બાબતથી ઈનકાર ન કરી શકાય. તેથી ભારતે ખૂબ જ સાવધાની પૂર્વક આ બાબતો સાથે ડીલ કરવી પડશે.