Get The App

ઈઝરાયલમાં ભારતીયો માટે મોટી તક! કર્મચારીઓની અછત સર્જાઈ, 1 લાખ ભારતીયોને નોકરી આપવાની તૈયારી

ઇઝરાયેલના બાંધકામ ક્ષેત્રના 25 ટકા કામદારો પેલેસ્ટિનિયન

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલમાં ભારતીયો માટે મોટી તક! કર્મચારીઓની અછત સર્જાઈ, 1 લાખ ભારતીયોને નોકરી આપવાની તૈયારી 1 - image


Israel Hamas war : હમાસ-ઇઝરાયેલ યુદ્ધના કારણે વિશ્વમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને મૃત્યુઆંક પણ દિવસેને દિવસે વધતો જાય છે, એવામાં આ યુદ્ધથી ભારતને એક સારી તક મળી શકે છે. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ સરકાર એક લાખ ભારતીયોને તેના દેશમાં નોકરી આપવાની તૈયારી કરી રહી છે. જો આવું થશે તો ઇઝરાયેલમાં કામ કરનારા પેલેસ્ટાઇની નાગરીકોનું સ્થાન ભારતીય નાગરિક લઇ લેશે.

એક લાખ ભારતીયોને નોકરી આપવામાં આવશે

એક અમેરિકન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશને ઇઝરાયેલ સરકાર પાસે દેશની બાંધકામ કંપનીઓમાં એક લાખ ભારતીયોને નોકરી આપવાની મંજૂરી માંગી છે. જેઓ 90 હજાર પેલેસ્ટિનિયન ગામોમાં કામ કરશે અને કામદારોની જગ્યા લેશે. જોકે આ અંગે હજુ વિદેશ મંત્રાલયે કોઈ ટિપ્પણી કરી નથી. એવા અહેવાલો છે કે, ઇઝરાયેલના બાંધકામ ક્ષેત્રના 25 ટકા કામદારો પેલેસ્ટિનિયન છે. 

અત્યાર સુધીમાં 11 હજાર લોકોએ ગુમાવ્યા જીવ 

ઇઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને આજે એક મહિનોપૂર્ણ થયો છે પરંતુ તેનો અંત હજુ સુધી દેખાઈ રહ્યો નથી. આ હુમલામાં આશરે 1400 જેટલા ઇઝરાયેલના નાગરિકો માર્યા ગયા હતા અને ગાઝાનો મૃત્યુઆંક 10 હજારને વટાવી ગયો છે. અત્યાર સુધી બંને તરફથી કુલ 11 હજાર લોકોના મૃત્યુ થયા છે. હમાસે 240 લોકોને બંધક બનાવી દીધા હતા. ઇઝરાયેલએ હમાસને ખતમ કરવા માટે સોગંદ ખાધી હતી અને જવાબી કાર્યવાહી કરી હતી. તેણે ગાજા પટ્ટી પર અનેક બોમ્બ વસાવ્યા હતા જેમાં અત્યાર સુધી 9,500 જેટલા  પેલેસ્ટાઈન વાસીઓ માર્યા ગયા છે.


Google NewsGoogle News