અમેરિકામાં 48 ટકા ભારતીય મૂળના હિન્દુ, વર્ષ દરમિયાન કરે છે આટલી કમાણી, જાણો સર્વેના આંકડા

અમેરિકાના થીંક ટેંક રિસર્ચ સેન્ટર સર્વે મુજબ 48 ટકા ભારતીય મૂળના હિન્દુ છે, જે 2012ના આંકડાઓની લગભગ સમાન જ છે

2012માં 51 ટકા અમેરિકી નાગરિકોએ પોતાને ભારતીય મૂળના હિન્દુઓ હતા

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
અમેરિકામાં 48 ટકા ભારતીય મૂળના હિન્દુ, વર્ષ દરમિયાન કરે છે આટલી કમાણી, જાણો સર્વેના આંકડા 1 - image


Indians in America: અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકોની સંખ્યા સારી એવી છે. તેમની ગણતરી માટે અમેરિકી થીંક ટેંક રિસર્ચ સેન્ટર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે લગભગ અડધું અમેરિકા પોતાને ભારતીય કહેનાર મૂળ એશિયાના લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જેમની સંખ્યા 48 ટકા છે. જે 2012માં થયેલ સર્વે મુજબના આંકડાઓ જ છે. 2012માં થયેલા સર્વેમાં 51 ટકા લોકોએ પોતાને ભારતીય મૂળના હિન્દુ જણાવ્યા હતા. સર્વે મુજબ અમેરિકામાં 10 અમેરિકી નાગરિકોમાંથી એક વ્યક્તિ હિન્દુ ધર્મનું પાલન કરે છે. 

એશિયન મૂળના 6 ટકા અમેરિકનો પોતાને હિન્દુ ધર્મની નજીક માને છે

આ સિવાય એશિયન મૂળના 6 ટકા અમેરિકનો છે જે પોતાને હિન્દુ ધર્મની ખૂબ નજીક માને છે. એકંદરે, ભારતીય મૂળના બે તૃતીયાંશ અમેરિકન નાગરિકોએ પોતાને હિન્દુ જણાવ્યા છે અથવા હિંદુ ધર્મ તરફ પોતાના લગાવ વિષે વાત કરી છે. 

અમેરિકન હિન્દુઓના જીવનમાં ધર્મનું વિશેષ મહત્વ

પ્યુ દ્વારા કરાયેલા સર્વેમાં એક તૃતીયાંશ એશિયન અમેરિકન હિન્દુઓને લાગે છે કે તેમના જીવનમાં ધર્મનું વિશેષ મહત્વ છે. જેમાંથી 38 ટકા લોકોએ ધર્મને મહત્વનો ગણાવ્યો છે. સર્વેમાં સામે આવ્યું છે કે 31 ટકા લોકોનું કહેવું છે કે તેઓ મહિનામાં ઓછામાં ઓછા એક વખત પૂજા કરે છે. અમેરિકન નાગરિકોમાં ઘરમાં પૂજા માટે મંદિરો, છબીઓ અથવા ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરનારા હિન્દુઓની સંખ્યા સૌથી વધુ છે. તેમાંથી 79 ટકા લોકો તેને ફોલો કરે છે. આમાં ધર્મને પ્રાધાન્ય આપતા હિન્દુઓની સંખ્યા 89 ટકા છે.

ભારતીય મૂળના હિન્દુઓની કમાણી કેટલી? 

મૂળ એશિયન અમેરિકી હિન્દુઓમાં લગભગ 92 ટકાનો જન્મ અમેરિકાથી બહાર થયો છે. તેમજ જો તેમની સામાજિક અને આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો તેમણે સારી એવી ઉપલબ્ધિઓ મેળવી છે. જેમાંથી 61 ટકા લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ છે, તેમજ 44 ટકા અમેરિકી હિન્દુઓની વાર્ષિક આવક 1.50 લાખ ડોલરથી વધુ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અમેરિકામાં ભારતવંશી લોકોની કમાણી સૌથી વધુ છે. તેમજ ચીની, પાકીસ્તાની અને જાપાની લોકો કરતા તેમની આવક કરતા પણ વધુ છે. આ ઉપરાંત અમેરિકન કરતા પણ ભારતીય મૂળના લોકોની આવક વધુ છે. 

એક અનુમાન મુજબ અમેરિકામાં 2.35 કરોડ લોકો મૂળ એશિયાના છે. અમેરિકામાં 52 લાખની નાગરિકોની સંખ્યા સાથે પ્રથમ નંબરે ચીની મૂળના લોકો છે જયારે બીજા નંબરે ભારતવંશી છે, જેમની વસ્તી 48 લાખ છે. તેમાં પણ 16 લાખથી વધુ લોકો વિઝા હોલ્ડર છે અને 10 લાખથી વધુ લોકો એવા છે કે જેમનો જન્મ જ અમેરિકામાં થયો હોય.  

અમેરિકામાં 48 ટકા ભારતીય મૂળના હિન્દુ, વર્ષ દરમિયાન કરે છે આટલી કમાણી, જાણો સર્વેના આંકડા 2 - image


Google NewsGoogle News