અમેરિકામાં ભારતીય મહિલાને મોટી જવાબદારી સોંપાઈ, ન્યૂયોર્કના MTA બોર્ડમાં સામેલ કરાયા
મીરા જોશી એટર્ની હોવાની સાથે સાથે ન્યૂયોર્કના ડેપ્યુટી મેયર પણ છે
મીરા જોશીને મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (MTA)ના બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે
Image Social Media |
છેલ્લા કેટલાક સમયથી વિદેશોમાં ભારતીય મહિલાઓ વર્ચસ્વ જમાવી રહી છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે અમેરિકામાં વધુ ભારતીય મહિલાને મોટી જવાબદારી સોપવામાં આવી છે. ભારતીય મૂળની અમેરિકન મીરા જોશીને મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (MTA)ના બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે તેમને નોમિનેટ કર્યા છે.
મીરા જોશી જાન્યુઆરી 2022 થી ડેપ્યુટી મેયર પદ પર છે
મીરા જોશી એટર્ની હોવાની સાથે સાથે ન્યૂયોર્કના ડેપ્યુટી મેયર પણ છે. મીરા જોશી જાન્યુઆરી 2022 થી ડેપ્યુટી મેયર પદ પર છે. હવે તેઓ ન્યૂયોર્ક સિટીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ અને ક્લાઈમેટ પોર્ટફોલિયો સંભાળશે. આ સિવાય એરિક એડમ્સે ન્યૂયોર્ક ડિપાર્ટમેન્ટ ઓફ સિટી પ્લાનિંગ અને સિટી પ્લાનિંગ કમિશનના ચેરમેન ડેન ગારોડનિકને પણ નોમિનેટ કર્યા છે. તમને જણાવી દઈએ કે, મીરા જોશી પાસે જાહેર પરિવહનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. તેમને ન્યૂયોર્ક સિટીમાં ક્રાઉડ મેનેજમેન્ટ તૈયાર કરવાનો શ્રેય આપવામાં આવે છે.
મેયર એરિક એડમ્સે કહ્યું હતું કે, ડેપ્યુટી મેયર જોશી અને ડાયરેક્ટર ગારોડનિક એમટીએના ભવિષ્યને સુરક્ષિત કરવા અને દરેક ન્યૂયોર્કવાસીઓને સલામત અને વિશ્વકક્ષાની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પહોંચાડવા માટે આ વ્યક્તિ યોગ્ય છે.
મીરા જોષીનું કહેવું છે કે, ન્યૂયોર્ક સિટીને તેની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી બીજી કોઈ વસ્તુ વધારે પ્રભાવિત નથી કરતી, તે આ કામ માટે એક કરોડરજ્જુ સમાન છે અને શહેરની અર્થવ્યવસ્થા તેના પર નિર્ભર રહેલી છે.