અમેરિકાનું નાગરિકત્વ મેળવવામાં ભારતીયો બીજા ક્રમે : સૌથી વધુ નાગરિકત્વ મેક્સિકન્સને મળ્યું છે
United States citizens: વિદેશોમાંથી આવીને અમેરિકામાં વસેલાઓ પૈકી અમેરિકાનું નાગરિકત્વ મેળવનારાઓમાં ભારત વંશીયો બીજા ક્રમે છે. જ્યારે મેક્ષીકન્સ પ્રથમ ક્રમે છે. અમેરિકાની 33 કરોડ 30 લાખથી વધુ વસ્તીમાં 1 કરોડ 6 લાખ, 38 હજાર અને 429 મેક્ષીકન્સ છે. જ્યારે ભારતીયો 22,25,447 છે.
આમ છતાં સૌથી વધુ ઉલ્લેખનીય વાત તે છે કે, અમેરિકામાં ભારતીય ઉત્સવો જેવા કે દિવાળી તો હવે સરકાર દ્વારા સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે. અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ પણ મૂળ ભારત વંશીય છે. અમેરિકાનાં વિદેશ મંત્રાલયના નાયબ પ્રવકતા પણ ભારત-વંશીય જ છે.
અમેરિકાનું નાગરિકત્વ મેળવનારા વિદેશીઓ પૈકી ભારતીયો પછી 2022માં અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરનારાઓમાં ૬૫૯૬૦ ભારતીયો છે. તે પછી તે વર્ષે જ યુએસ સીટીઝન્સશીપ કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સમાં (પરમેનન્ટ રેસીડન્સ) મેળવનારાઓમાં 2022માં 52413 ફિલિપીનો, 46,913 કયુબન્સ, ડોમીનિકન રીપબલ્કિન્સના 34,524, નાગરિકોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હતું. જ્યારે 33,246 વિયેતનામીઝ અમેરિકન નાગરિક બન્યા હતા. 2022માં માત્ર 27038 ચીનાઓને અમેરિકાનું નાગરિકત્વ આપવામાં આવ્યું હતું, તેમ વહીવટી તંત્રથી સ્વતંત્ર તેવી કોંગ્રેસના રીસર્ચ સર્વિસ (સીઆરએસ)ના ડેટા જણાવે છે.
2023નો ડેટા આપતા સીઆરએસ જણાવે છે કે 290000 ભારતવંશીઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે પાત્રતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાનું વિદેશ મંત્રાલય પણ કહે છે કે ભારતવંશીઓએ અમેરિકાનાં અંતરિક્ષ ક્ષેત્રથી શરૂ કરી વ્યાપાર- ઉદ્યોગ, આઇટી ક્ષેત્ર સહિત અનેક વિધ ક્ષેત્રે પ્રસંશનીય પ્રદાન કર્યું છે. સહજ છે કે આ સંજોગોમાં અમેરિકા ભારતવંશીઓને આવકારે જ અને તેના ઉત્સવો પણ ઉજવે.