Israel Hamas war : ગાઝામાંથી ભારતીય મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી

મહિલાએ ગાઝામાંથી તાત્કાલિક બહાર નીકળવાની માંગ કરી હતી

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
Israel Hamas war : ગાઝામાંથી ભારતીય મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી 1 - image


indian woman evacuated from gaza : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીમાં ફસાયેલી ભારતીય મહિલાને સુરક્ષિત રીત બચાવી (indian woman evacuated)લેવામાં આવી છે. આ મહિલાએ ગાઝામાંથી તાત્કાલિક બહાર નીકળવાની માંગ કરી હતી.

ભારતીય મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો છે અને આ યુદ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે ત્યારે યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીમાં ફસાયેલી એક ભારતીય મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે. કાશ્મીરની આ મહિલાએ યુદ્ધગ્રસ્ત હમાસ શાસિત ગાઝામાંથી તાત્કાલિક બહાર નીકળવાની માંગ કરી હતી. 

મહિલાએ ગાઝામાંથી બહાર નીકળવા ભારતને મદદ માટે કોલ કર્યો હતો

આ મહિલાના પતિના જણાવ્યા અનુસાર ગાઝામાં ભારતીય મિશનની મદદથી તેની પત્ની સુરક્ષિત રીતે ઈજિપ્ત પહોંચી ગઈ છે. લુબના નઝીર શાબૂ અને તેની પુત્રી કરીમાએ ગઈકાલે સાંજે ઇજિપ્ત અને ગાઝા વચ્ચે રફાહ બોર્ડર ક્રોસ કરી હતી. આ પહેલા લુબનાએ 10 ઓક્ટોબરે પીટીઆઈનો ફોન પર સંપર્ક કરીને ગાઝામાંથી બહાર નીકળવા માટે મદદ માંગી હતી. તેણે પીટીઆઈને કહ્યું હતું કે અમે અહીં ભયંકર યુદ્ધનો સામનો કરી રહ્યા છીએ અને દરેક ક્ષણે બોમ્બ ધડાકા થઈ રહ્યા છે. જ્યાં બોમ્બ પડે છે ત્યાં થોડી જ વારમાં બધું નાશ થઈ જાય છે.

Israel Hamas war : ગાઝામાંથી ભારતીય મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી 2 - image


Google NewsGoogle News