સાયન્સ સ્ટડીમાં ભારતના સ્ટુડન્ટસનું સ્વાગત, અમેરિકાને ચીની સ્ટુડન્ટસ જોઇતા નથી.
વર્ષ ૨૦૨૨-૨૩માં અમેરિકામાં ૨.૯૦ લાખ ચીની સ્ટુડન્ટસ ભણતા હતા.
સંવેદનશીલ ટેકનીક સુધી ચીનીઓને સીમિત કરવા માટે પગલું ભરવુ જરુરી
વોશિંગ્ટન,૨૫ જૂન,૨૦૨૪,મંગળવાર
અમેરિકાના ઉપ વિદેશમંત્રી કર્ટ કેમ્પેબલે એક સનસનીખેજ નિવેદન આપતા જણાવ્યું છે કે અમેરિકામાં વિજ્ઞાન વિષય ભણવા માટે ભારતીય વિધાર્થીઓને આવકાર છે પરંતુ ચીનના સ્ટુડન્ટ જોઇતા નથી. અમેરિકાની યુનિવર્સિટીએ સુરક્ષાની ચિંતાને લઇને અભ્યાસ માટે સંવેદનશીલ ટેકનીક સુધી ચીનીઓને સીમિત કરી રહયા છીએ. અમેરિકામાં યુવાનો વિજ્ઞાાન, ટેકનીક, એન્જીનિયરિંગ અને ગણિત વિષયમાં ઓછો રસ લે છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટસ પર ભાર મુકી રહયા છીએ પરંતુ તે સ્ટુડન્ટસ ભારતથી આવવા જોઇએ ચીનથી નહી.
ઘણા વર્ષોથી અમેરિકામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટસમાં ચીનીઓની સંખ્યા સૌથી વધુ રહી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં અમેરિકામાં ૨.૯૦ લાખ ચીની સ્ટુડન્ટસ ભણતા હતા.અમેરિકા અને ચીન વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સંબંધો કથડતા જતા હોવાથી બંને દેશો વચ્ચેનો સાયન્સ ક્ષેત્રે સપોર્ટ ઘટી રહયો છે. આટલા વર્ષો પછી હવે ચીનના સ્ટુડન્ટસને શંકાની નજરે જોવામાં આવે છે. કેમ્પેબેલે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ચીનના સ્ટુડન્ટસ સામાજિક વિજ્ઞાાન મનોવિજ્ઞાન જેવા વિષય ભણવા માટે ભલે આવે પરંતુ સાયન્સથી દુર રહેવા જોઇએ.
ડૉનાલ્ડ ટ્રમ્પના સમયમાં ચીની ઇનીશિએટિવની શરુઆત થઇ હતી. જેનો મૂળ ઉદ્શ ચીની જાસુસીથી બચીને બૌદ્વિક સંપદાને રોકવાનો હતો.જો કે બાયડન સરકારમાં આ ઇનીશિએટિવવને ખતમ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી જ અમેરિકામાં એશિયાઇ મૂળના લોકો વિરુધ નસ્લવાદને ઉત્તેજન મળ્યું હતું. આ સવાલનો પ્રત્યુત્તર આપતા કેંપબેલે જણાવ્યું હતું કે ચીની સ્ટુડન્ટસનું ઉચ્ચ શિક્ષણ ચાલું રહે તેમ ઇચ્છીએ છીએ પરંતુ કેટલાક પ્રકારના અભ્યાસ માટે મર્યાદિત કરવાનો હેતું છે. વિજ્ઞાન ક્ષેત્રમાં સ્ટુડન્ટસની જે કમી જોવા મળી રહી છે તે પુરી કરવાનો મોટો સ્ત્રોત ભારતીયો છે.