Get The App

VIDEO: કેનેડામાં ગુંડારાજ! ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થઈ ઘટના

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
VIDEO: કેનેડામાં ગુંડારાજ! ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થઈ ઘટના 1 - image


Indian Student Shot Dead in Canada: કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું નામ હર્ષદીપ સિંહ છે. હર્ષદીપને શુક્રવારે કેનેડાના એડમોન્ટનમાં તેના એપાર્ટમેન્ટમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે 2 શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ હત્યાકાંડથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : ‘પુતિનને સમજાવો...’ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસે માંગી મદદ

સિક્યોરિટી ગાર્ડ હતો હર્ષદીપ 

મીડિયાના રિપોર્ટ્સ  પ્રમાણે આ ઘટના શુક્રવારે રાત્રે 12.30 વાગ્યે બની હતી. અભ્યાસની સાથે સાથે હર્ષદીપ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. પરંતુ શુક્રવારે તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, શનિવારે બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. બંનેની ઉંમર 30 વર્ષની આસપાસ છે. બંને પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ છે.



ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો

પોલીસે જણાવ્યું કે, 107 એવન્યુ વિસ્તારમાંથી કોલ આવ્યો હતો કે, એપાર્ટમેન્ટમાં ગોળીબાર થયો છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્યારે હર્ષદીપની લાશ મળી આવી હતી. હર્ષદીપનું મૃત્યુ થયું હતું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ પણ તેને મૃત જાહેર કર્યો.

આ પણ વાંચો : આંખનો ડૉક્ટર કઈ રીતે બન્યો સીરિયાનો ક્રૂર તાનાશાહ? 30 વર્ષ અગાઉ એક દુર્ઘટનાથી બદલાયું જીવન

સમગ્ર ઘટના CCTVમાં કેદ

આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 3 લોકોની ગેંગે હર્ષદીપને પહેલા સીડી પરથી નીચે ફેંક્યો અને પછી પાછળથી તેના પર ગોળીબાર કર્યો. હર્ષદીપનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. થોડા સમય પછી સીટીવી વીડિયોમાં એક મહિલા અને એક પુરુષ દેખાય છે. આ વ્યક્તિના હાથમાં બંદૂક છે, અને તે સતત બૂમો પાડી રહ્યો છે. જ્યારે મહિલા અને કેટલાક લોકો તેની આસપાસ ઉભા છે. આ પછી જ બધાએ ભેગા મળીને હર્ષદીપને સીડી નીચે ફેંકી દીધો અને તેના પર ગોળીબાર શરૂ કર્યો. જો કે કેનેડિયન પોલીસે હજુ સુધી વીડિયોની પુષ્ટિ કરી નથી.


Google NewsGoogle News