Get The App

અમેરિકાની યુનિવર્સિટીમાં હિન્દુ ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ, ભારતીય મૂળના વિદ્યાર્થીએ કર્યો વિરોધ

Updated: Mar 28th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકાની યુનિવર્સિટીમાં હિન્દુ ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ, ભારતીય મૂળના વિદ્યાર્થીએ કર્યો વિરોધ 1 - image


Houston University Controversy: અમેરિકાની હ્યૂસ્ટન યુનિવર્સિટીના સિલેબસને લઈને વિવાદ વકર્યો છે. આ સિલેબસમાં હિન્દુ ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતીય મૂળના એક અમેરિકન વિદ્યાર્થીએ આ સિલેબસને લઈને વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીએ સિલેબસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમાં હિન્દુત્ત્વને ઇસ્લામ સામે ઉપયોગમાં લેવાતું હથિયાર કરાર કરવામાં આવ્યું છે. આ સાથે જ તેના પ્રાચીન હોવાની વાતને પણ નકારી દીધું છે. આ મુદ્દે યુનિવર્સિટીએ કહ્યું કે, અમે વિદ્યાર્થી વસંત ભટ્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાની સમીક્ષા કરી રહ્યા છે. 

ભારતીય મૂળના વિદ્યાર્થીએ કરી ફરિયાદ

હ્યૂસ્ટન યુનિવર્સિટીના 'લિવ્ડ હિન્દૂ રિલિજન' સિલેબસ ઓનલાઈન વિદ્યાર્થીઓ માટે હાજર છે, જેમાં પ્રોફેસર આરોન માઇકલ ઉલરીના વીડિયો લેક્ચર સાપ્તાહિક રૂપે આપવામાં આવે છે. વસંત ભટ્ટ આ યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનનો વિદ્યાર્થી છે. તેણે કોલેજ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ સોશિયલ સાઇન્સના ડીન પાસે એક ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ 'કપરો સમય નજીક, 3 દિવસનું ભોજન-પાણી તૈયાર રાખજો...', ઈયુની એડવાઈઝરીથી નાગરિકો ચિંતિત

ભટ્ટ અનુસાર, પ્રોફેસર ઉલરીએ કથિત રૂપે કહ્યું કે, હિન્દુ ધર્મ પ્રાચીન અને જીવિત ધર્મ નથી પરંતુ, આ રાજકીય ઉપકરણ છે. હિન્દુ રાષ્ટ્રવાદીઓ દ્વારા હથિયારના રૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ લઘુમતીઓનું દમન કરવાની પ્રણાલી છે. રિપોર્ટ અનુસાર, ભટ્ટે આ માટે પુરાવા પણ આપ્યા જેમાં સિલેબસમાં કહેવામાં આવ્યું હતું કે, હિન્દુ શબ્દ આધુનિક છે અને આ શાસ્ત્રોમાં નથી જોવા મળતું. 

હિન્દુ ધર્મ ભારતનો સત્તાવાર ધર્મ હોવો જોઈએ

ભટ્ટે સિલેબસને ટાંકતા કહ્યું કે, 'હિન્દુત્ત્વ અથવા હિન્દુવાદી એક એવો શબ્દ છે, જેનો ઉપયોગ હિન્દુ રાષ્ટ્રવાદી પોતાના ધર્મને ચિહ્નિત કરવા અને બીજા વિશેષ રૂપે ઇસ્લામને નીચું બતાવવા માટે કરે છે. આ લોકો માને છે કે, હિન્દુ ધર્મ ભારતનો સત્તાવાર ધર્મ હોવો જોઈએ.'

આ પણ વાંચોઃ ચીનના વિજ્ઞાનીઓની કમાલ, ડુક્કરની કિડની માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરી, પ્રયોગ સફળ કે નિષ્ફળ?

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો જ્યારે ભારતે સંયુક્ત રાજ્ય અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)ના લેટેસ્ટ રિપોર્ટને નકારી દીધો છે. ભારતે તેને પક્ષપાતી અને રાજકીય રૂપે પ્રેરિત મૂલ્યાંકન કરાર કરી દીધો. વિદેશ મંત્રાલયે પ્રવક્તા રંધીર જૈસ્વાલે કહ્યું કે, 'અમે હાલમાં જ 2025ના વાર્ષિક રિપોર્ટને જોયો, જે એકવાર ફરી પક્ષપાતી અને રાજકીય રૂપે પ્રેરિત મૂલ્યાંકન રજૂ કરે છે. આ USCIRF દ્વારા અલગ-અલગ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવાનો અને ભારતના જીવંત બહુસાંસ્કૃતિક સમાજ પર આંગળી ચીંધવાનો સતત પ્રયાસ છે. આ એક જાણીજોઈને કરવામાં આવેલો પ્રયાસ છે, ન કે ધાર્મિક સ્વતંત્રતા પ્રતિ વાસ્તવિક ચિંતા.' 

Tags :