અમેરિકામાં ફરી એક ભારતીય વિદ્યાર્થીનું અપહરણ, માતા-પિતાને કૉલ કરી 1200 ડૉલરની ખંડણી માગી

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં ફરી એક ભારતીય વિદ્યાર્થીનું અપહરણ, માતા-પિતાને કૉલ કરી 1200 ડૉલરની ખંડણી માગી 1 - image

image : Twitter

નવી દિલ્હી,તા.20 માર્ચ 2024,બુધવાર

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર એક પછી એક આફત આવી રહી છે. તાજેતરમાં સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકામાં મોત થયા છે અને હવે અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા 25 વર્ષના અબ્દુલ મોહમ્મદ ગુમ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

અબ્દુલ હૈદરાબાદનો રહેવાસી છે અને તે સાત માર્ચથી લાપતા હોવાની જાણકારી તેના પરિવારને મળી છે. વધારે ચોંકાવનારી વાત એ છે કે, અબ્દુલના પિતા મહોમ્મદ સલીમને ફોન કરીને અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી છે કે, અમે અબ્દુલને કિડનેપ કર્યો છે અને તેને સુરક્ષિત જોવો હોય તો 1200 ડોલર મોકલો. ફોન કરનારે પોતાની ઓળખ ક્લીવલેન્ડમાં ડ્રગ વેચનારી ગેંગના સભ્ય તરીકે આપી છે.

ફોન કરનારે તો એવું પણ કહ્યું હતું કે, જો તરત પૈસા નહીં મોકલવામાં આવે તો અમે અબ્દુલની કિડની વેચી દઈશું. આ પ્રકારની ધમકી મળ્યા બાદ અમેરિકામાં રહેતા અબ્દુલના સબંધીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હવે અબ્દુલની શોધખોળ શરૂ કરી છે.

અબ્દુલનો પરિવાર 18 માર્ચે શિકાગોમાં ભારતીય કોન્સ્યુલેટમાં પણ ગયો હતો અને અબ્દુલને શોધવા માટે મદ માંગી હતી. જોકે હજી સુધી અબ્દુલનો કોઈ પતો મળ્યો નથી.


Google NewsGoogle News