VIDEO: ચીનના સૈનિકો પર ભારે પડ્યાં ભારતીય જવાનો, 'ટગ ઓફ વૉર' માં ધૂળ ચટાડી
Tug of War between India and China: સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનના ભાગ રૂપે તૈનાત ભારતીય સૈનિકોએ ચીની સૈનિકો સામે ટગ ઓફ વોર (દોરડા ખેંચ)ની સ્પર્ધા જીતી હતી. આ સ્પર્ધાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બંને દેશના સૈનિકોમાં સ્પર્ધાની ભાવના જોવા મળી રહી છે.
ટગ ઓફ વોરનો વીડિયો વાયરલ
એક સેના અધિકારી એ મંગળવારે જણાવ્યું હતું કે, બંને દેશના સૈનિકો ટગ ઓફ વોરમાં સામસામે હતા. જેથી આ સ્પર્ધા ખૂબ જ રોમાંચક હતી. આ સ્પર્ધાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. જેમાં ભારતીય સૈનિકો જીત બાદ જશ્ન મનાવતા જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ ભારતીયો પણ ગર્વ અનુભવી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશન શું છે?
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનનો ઉદ્દેશ્ય યુદ્ધ પ્રભાવિત દેશોમાં સતત સુરક્ષા અને શાંતિ સ્થાપિત કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા મિશનની રચના ઝડપથી દુશ્મનાવટનો અંત લાવવા, નાગરિકોનું રક્ષણ કરવા અને લાંબા ગાળાની શાંતિ અને સુરક્ષાને ટેકો આપવા માટે કરવામાં આવી છે. આ માટે શાંતિ કરાર લાગુ કરવા માટે લશ્કરી કાર્યવાહી અને કૂટનીતિ જરૂરી છે. તેમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોના સૈનિકો, પોલીસ અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. તેઓ એવા વિસ્તારોમાં તૈનાત છે જ્યાં અન્ય કોઈ દેશ કે સંગઠન શાંતિ સ્થાપી શકતું નથી.