યુદ્ધમાં ઘેરાયેલા ઈઝરાયલની મદદે પહોંચી ભારતીય સેના, લેબનાન બોર્ડર પર કરાઈ તૈનાત

લેબનાનનું આતંકવાદી સંગઠન હિજબુલ્લા પણ ઈઝરાયલ એટેક કરી રહ્યું

ઈઝરાયલ અને લેબનાન વચ્ચે દક્ષિણ બોર્ડર પર વધી રહ્યો છે તણાવ

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
યુદ્ધમાં ઘેરાયેલા ઈઝરાયલની મદદે પહોંચી ભારતીય સેના, લેબનાન બોર્ડર પર કરાઈ તૈનાત 1 - image

ઈઝરાયલ-હમાસ વચ્ચે (israel palestine conflict) 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ ગાઝા પટ્ટી પર ભારે બોમ્બમારો કરી રહી છે. આ બંનેના યુદ્ધ વચ્ચે લેબનાનનું આતંકવાદી સંગઠન હિજબુલ્લા પણ ઈઝરાયલ એટેક કરી રહ્યું છે. ઈઝરાયલ અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે. યુદ્ધમાં ઘેરાયેલા ઈઝરાયલની મદદ ભારતની સેના (Indian Army) પહોંચી ગઈ છે. ભારતીય સેના ઈઝરાયલ અને લેબનાન વચ્ચે દક્ષિણ બોર્ડર પર વધી રહેલા તણાવ વચ્ચે દેખરેખ કરી રહી છે. યૂનાઈટેડ નેશન્સ પીસકીપિંગ ફોર્સમાં મોટી સંખ્યા ભારતીય જવાનો અને ઈન્ડિયન સર્વિસિઝની છે. ભારતીય સેના આ કામ યૂનાઈટેડ નેશન્સના પીસ કીપિંગ ફોર્સ માટે કરી રહી છે.

ત્યારે, અલ-જજીરાના અનુસાર, હિઝબુલ્લાહે એક લેબનાની પત્રકાર અને અન્ય નાગરિકોની હત્યાના જવાબમાં ઉત્તર ઈઝરાયલ પર હુમલો કરવા કહ્યું છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે, તેણે લેબનાની પત્રકાર ઈસ્સામ અબ્દુલ્લા અને અન્ય નાગરિકોની હત્યાના જવાબમાં ઉત્તર ઈઝરાયલના શટૌલામાં એક ઈઝરાયલી સેના ચોકી પર રોકેટ છોડ્યા છે. ઘટના સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓના અનુસાર, દક્ષિણ લેબનાનમાં ઈઝરાયલી ફોર્સ દ્વારા શુક્રવારે કરવામાં આવેલા ફાયરિંગમાં જર્નલિસ્ટ અબ્દુલ્લાનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અમેરિકાએ ઈઝરાયલ મોકલ્યા જંગી જહાજ

ઈઝરાયલે સમુદ્ર દ્વારા હમાસની ઘેરાબંધી શરૂ કરી દીધી છે. અમેરિકાએ 2 વિમાન વાહક જંગી યુદ્ધપોત ભૂમધ્ય સાગરમાં ઈઝરાયલની મદદ માટે મોકલ્યા છે. અમેરિકાના જંગી જહાજ USA ગેરાલ્ડ આર ફોર્ડ અને USS આઈઝનહાવરને તૈનાત કરી દેવાયા છે. ત્યારે, કતાર યૂનિવર્સિટીમાં ગલ્ફ સ્ટડીઝ સેન્ટરના નિદેશક મહબૂજ ઝવેરીએ કહ્યું કે, ઈઝરાયલ દ્વારા ભારે બોમ્બમારાના કારણે ગાઝામાં નાગરિકો ક્યાંય પણ સુરક્ષિત નથી. તેવામાં લોકો તે જગ્યાઓ તરફ જઈ રહ્યા છે, જ્યાં તેમના પરિવારના સભ્યો છે. પરંતુ ગાઝાનું દક્ષિણ પણ સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં અમે ગાઝાના ઉત્તર અને દક્ષિણ તરફથી જવાનો પ્રયત્ન કરી રહેલા લોકો પર હુમલા જોયા છે. આજે ગાઝામાં કોઈપણ જગ્યા સુરક્ષિત નથી. આખુ ગાઝા એક યુદ્ધ ક્ષેત્ર છે.


Google NewsGoogle News