બ્રિટનનના વિઝામાં ભારતીય સ્કીલ્ડ વર્કર, વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ
- બ્રિટને ઇમિગ્રેશનના સત્તાવાર આંકડા જાહેર કર્યા
- સપ્ટેમ્બર, 2023માં પૂર્ણ થતા વર્ષમાં સ્કીલ્ડ વર્કર, હેલ્થ એન્ડ કેર, સ્ટુડન્ટ અને ટુરિસ્ટ વિઝામાં ભારતીયો ટોચે
લંડન : છેલ્લા એક વર્ષમાં બ્રિટન દ્વારા અપાયેલા વિઝામાં ભારતીય સ્કીલ્ડ વર્કરો, મેડિકલ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ રહ્યું છે તેમ ઇમિગ્રેશનના જાહેર કરવામાં સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે.
સપ્ટેમ્બર, ૨૦૨૩માં પૂર્ણ થતા વર્ષ માટે યુકે હોમ ઓફિસ દ્વારા ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ સ્કીલ્ડ વર્કર વિઝા રૂટ અને હેલ્થ એન્ડ કેર વિઝા રૂટમાં ભારતીયો ટોચ પર છે. સ્ટુન્ડ વિઝા કેટેગરીમાં ભારતીય નાગરિકો સૌૈથી વધારે છે. નવા પોસ્ટ સ્ટડી ગ્રેજયુએટ વિઝા રૂટમાં પણ ભારતીયો ટોચ પર છે.
હોમ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગયા વર્ષે સ્કીલ્ડ વર્કર વિઝામાં ૯ ટકાના વધારો થયો હતો. બીજી તરફ સ્કીલ્ડ વર્કર હેલ્થ એન્ડ કેર વિઝાની સંખ્યા ૧૩૫ ટકા વધીને ૧,૪૩,૯૯૦ થઇ હતી. જેમાં ભારતીયોની સંખ્યા ૩૮,૮૬૬, નાઇજિરિયનોની સંખ્યા ૨૬,૭૧૫ અને ઝિમ્બાબ્વેના નાગરિકોની સંખ્યા ૨૧૧૩૦ હતી. સપ્ટેમ્બર, ૨૦૨૩માં પૂર્ણ થતા વર્ષમાં ભારતીયોને એપાયેલ સ્પોન્સર્ડ સ્ટડી વિઝાની સંખ્યા ૧,૩૩,૨૩૭ હતી. ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩માં આ સંખ્યામાં પાંચ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
બ્રિટન દ્વારા અપાયેલા ટુરિસ્ટ વિઝામાં પણ ભારતીયોનું પ્રમાણ સૌથી વધુ ૨૭ ટકા છે. ભારત પછી ચીન ૧૯ ટકા સાથે બીજા ક્રમે અને તુર્કી ૬ ટકા સાથે ત્રીજા ક્રમે છે.