વિદેશથી આવ્યા દુઃખદ સમાચાર, રોજી-રોટી કમાવા ગયેલા વધુ એક ભારતીય શ્રમિકનું ગરમી-વર્કલોડથી મોત
Death of farmworker in hot conditions in Italy: સેન્ટ્રલ ઈટાલીમાં 54 વર્ષના ભારતીય કામદાર દલવીરસિંઘનું આત્યંતિક ગરમી અને ભારે કાર્યબોજના લીધે નિધન થયું છે. દલવીરસિંહ પંજાબના રહેવાસી હતા. તેઓ તેમના કુટુંબને નિયમિત રીતે રેમિટન્સ મોકલતા હતા. તેઓ આગામી કેટલાક વર્ષોમાં ભારત પરત ફરવાનો ઈરાદો ધરાવતા હતા, કારણ કે તેમના માટે વય વધવાની સાથે ખેતરોમાં કામ કરવું અત્યંત મુશ્કેલ બનતું જતું હતું.
છેલ્લા ત્રણ મહિનામાં બીજા ભારતીય મજૂરનું નિધન
તેમનો પુત્ર અને જમાઈ હવે તેમના મૃતદેહ પરત લાવવા પ્રયત્નશીલ છે. ઈટાલીના ખેતરોમાં છેલ્લા ત્રણ મહિનામાં બીજા ભારતીય મજૂરનું નિધન થયું છે. આ પહેલા સતનામસિંહ નામના કામદારને ઈજા છતાં તેના માલિકો તેને લોહી નીકળતી હાલતમાં છોડીને ભાગી ગયા હતા, જેના પગલે તેનું મોત થયું હતું.
આ પણ વાંચો: રશિયાનો 100 મિસાઈલોથી યુક્રેન પર વળતો પ્રહાર, વાટાઘાટોનો પુતિનનો ઈનકાર
સ્થાનિક પ્રોસીક્યુટરોએ સિંઘના મોતની તપાસ જારી રાખી
દલવીરસિંહના સહયોગીઓએ ગાર્ડિયનને જણાવ્યું હતું કે તે ક્યારેય માંદો પડ્યો ન હતો અને એકદમ દયાળુ વ્યક્તિ હતો. તે હંમેશા આકરી મહેનત કરવા તત્પર રહેતો હતો. સિંઘનું નિધન 16 ઓગસ્ટના રોજ થયું હતું. ઓટોપ્સી રિપોર્ટ આગામી મહિને આવે તેમ મનાય છે. સ્થાનિક પ્રોસીક્યુટરોએ સિંઘના મોતની તપાસ જારી રાખી છે. તેમા તેના માલિકે તેને આકરી ગરમીથી બચાવવા ઇટાલિયન કાયદા મુજબ યોગ્ય પગલાં લીધા હતાં કે નહીં તેનો સમાવેશ થાય છે.
અત્યંત ખરાબ સ્થિતિમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી
જુલાઈમાં ઈટાલિયન પોલીસે ભારતીય ખેતમજૂરોને સેન્ટ્રલ ઇટાલીમાં ગુલામી જેવી સ્થિતિમાંથી બચાવ્યા હતા. આ મજૂરોના પાસપોર્ટ લઈ લેવાયા હતા અને તેમને અત્યંત ખરાબ સ્થિતિમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
આ પણ વાંચો: દર ચોમાસામાં કુદરત વરસાવે છે માછલીઓનો પણ વરસાદ, લોકો સમજે છે ગોડ ગિફટ
મહિના પહેલા જ લેટિના ખાતે સતનામસિંહ નામનો કામદાર મૃત્યુ પામ્યો
હતો. તેને અકસ્માતમાં હાથે ગંભીર ઇજા થતાં તેના માલિકી તેને લોહી નીકળતી હાલતમાં છોડી દેતા તે મૃત્યુ પામ્યો હતો. ઇટાલીના ખેતરોમાં આવા હજારો લોકો કામ કરી રહ્યા છે, જે ટામેટાથી લઈને અન્ય પાકોને ચૂંટવાનું કે તેની લણણી કરવાનું કામ કરે છે. ઈટાલી જૂનના મધ્યાંતરથી આત્યંતિક હીટવેવનો સામનો કરી રહ્યું છે. તેના લીધે ખેતરોમાં અને બહાર કામ કરતાં લોકોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ છે.