Get The App

યુપીના મહિલા ઈ-રિક્ષા ડ્રાઈવરને મળ્યો બ્રિટનનો શાહી એવોર્ડ, કિંગ ચાર્લ્સે કહ્યું- 'નમસ્તે પરિવાર'

Updated: May 24th, 2024


Google NewsGoogle News
યુપીના મહિલા ઈ-રિક્ષા ડ્રાઈવરને મળ્યો બ્રિટનનો શાહી એવોર્ડ, કિંગ ચાર્લ્સે કહ્યું- 'નમસ્તે પરિવાર' 1 - image


E-Rickshaw Driver from UP Honored with UK Royal Awaed: ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં, 18 વર્ષના આરતી સરકારી યોજના (UP E-Rickshaw Driver UK Award) હેઠળ પિંક ઈ-રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરે છે. તેમને લંડનમાં શાહી અમલ ક્લુની મહિલા સશક્તિકરણ એવોર્ડ આપવામાં આવ્યો છે. પિંક ઈ-રિક્ષા યોજના પરિવર્તન લાવવાના મિશન સાથે મહિલાઓને સુરક્ષિત ટ્રાન્સપોર્ટ પણ આપે છે. 

અન્ય છોકરીઓને પ્રેરણા આપવા બદલ થયું આરતીનું સન્માન

ભારત સરકારની પિંક ઇ-રિક્ષા પહેલ સાથે જોડાઈને કામ કરીને અન્ય છોકરીઓને પ્રેરણા આપવા બદલ આરતીનું સન્માન કરવામાં આવ્યું હતું. અમલ ક્લુની એક પ્રખ્યાત માનવ અધિકાર વકીલ છે. આ એવોર્ડ તેમના નામે આપવામાં આવે છે. 

બ્રિટિશ રોયલ એવોર્ડ્સમાં આરતી પહોંચ્યા પિંક રિક્ષામાં  

આરતી તેની પિંક રિક્ષામાં બકિંગહામ પેલેસમાં આયોજિત બ્રિટિશ રોયલ એવોર્ડ્સ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કિંગ ચાર્લ્સને મળીને તે ખૂબ જ ખુશ હતા. આરતીએ કહ્યું કે, 'મને ગર્વ છે કે હું મારા જેવા સમાન પડકારોનો સામનો કરી રહેલી છોકરીઓને પ્રેરણા આપવા સક્ષમ છું. હું માત્ર મારા સપના જ નહીં પણ મારી દીકરીના સપના પણ પૂરા કરી શકું છું. કિંગને મળવાનો અને આ એવોર્ડ મેળવવો એ એક અદ્ભુત અનુભવ રહ્યો છે. તે ખૂબ જ સારા છે અને તેમણે મારા પરિવારને શુભેચ્છાઓ મોકલી છે. જ્યારે મેં તેને કહ્યું કે મને મારી ઈ-રિક્ષા ચલાવવાનું કેટલું પસંદ છે ત્યારે તેણે ધ્યાનથી સાંભળ્યું.'

20 દેશોમાં યુવાનોને ટેકો આપવા માટે શરૂ કર્યું ટ્રસ્ટ  

આરતીને આ એવોર્ડ પ્રિન્સ ટ્રસ્ટ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. કિંગ ચાર્લ્સ દ્વારા રોજગાર, શિક્ષણ અને એન્ટરપ્રાઇઝ પ્રોગ્રામ્સ દ્વારા 20 દેશોમાં યુવાનોને ટેકો આપવા માટે આ ટ્રસ્ટ  શરૂ કરવામાં આવ્યું હતું. અવરોધો હોવા છતાં સફળ થયેલી યુવા મહિલાઓને પ્રિન્સ ટ્રસ્ટ વુમન્સ એમ્પાવરમેન્ટ એવોર્ડ્સ આપવામાં આવે છે. 

મહિલાઓને સશક્ત કરવાનો ઉદ્દેશ્ય

જુલાઈ 2023માં, આગા ખાન ફાઉન્ડેશને પ્રિન્સ ટ્રસ્ટ ઈન્ટરનેશનલના સહયોગથી પ્રોજેક્ટ લહેર શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ  હેઠળ, જિલ્લા વહીવટીતંત્ર બહરાઇચ મહિલા ડ્રાઇવરો માટે સબસિડીવાળી પિંક ઇ-રિક્ષા આપે છે. જેનો ઉદ્દેશ્ય મહિલાઓને સશક્ત કરવાનો અને સમગ્ર દેશમાં તેમના માટે કમાણીની તકો વધારવાનો છે.

યુપીના મહિલા ઈ-રિક્ષા ડ્રાઈવરને મળ્યો બ્રિટનનો શાહી એવોર્ડ, કિંગ ચાર્લ્સે કહ્યું- 'નમસ્તે પરિવાર' 2 - image


Google NewsGoogle News