ભારતીય મૂળના દિગ્ગજ ટેક CEOની દુનિયાભરમાં ચર્ચા, સૌથી વધુ પગાર મેળવનારાઓમાં બીજા ક્રમે
Image: Twitter
Nikesh Arora: પાલો ઓલ્ટો નેટવર્ક્સના સીઈઓ નિકેશ અરોરા વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનાર સીઈઓની લિસ્ટમાં બીજા નંબરે છે.
વોલ સ્ટ્રીટ જર્નલ 2023 લિસ્ટમાં છવાયા નિકેશ અરોરા
ભારતીય મૂળના નિકેશે વોલ સ્ટ્રીટ જર્નલ 2023 લિસ્ટ 2023માં યુએસમાં સૌથી વધુ પેઈડ સીઈઓની લિસ્ટમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. નિકેશની કુલ સેલેરી 151.43 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ. આ ખાસ કરીને સ્ટોક ઓપ્શનના કારણે રહ્યું.
શાંતનુ નારાયણે પણ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું
આ રિપોર્ટમાં ભારતીય મૂળના સીઈઓને ખાસ સ્થાન મળ્યું છે. ટોપ 500માંથી 17 પોઝિશન પર ભારતીય મૂળના રહ્યા. અડોબ સીઈઓ શાંતનુ નારાયણને આ લિસ્ટમાં 11 નંબર પર સ્થાન મળ્યું છે. ભારતમાં જન્મેલા શાંતનુ 44.93 મિલિયન ડોલરની સાથે આ પોઝિશન પર રહ્યા.
મસ્ક, પિચાઈની સ્થિતિ કેવી રહી
રસપ્રદ વાત એ છે કે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને આલ્ફાબેટના સુંદર પિચાઈ જેવા ટેક જાયન્ટ્સે 2023માં બિન-પરંપરાગત વળતર માળખાની જાહેરાત કરી છે. મસ્કને કોઈ વળતર મળ્યુ નહીં જ્યારે પિચાઈએ 8.80 મિલિયન ડોલર કમાયા. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ $24.40 મિલિયનની સાથે લિસ્ટમાં ક્યાંક વચ્ચે રહ્યા.
નિકેશ અરોરા ગૂગલમાં પણ કામ કરી ચૂક્યા છે
નિકેશ અરોરા દિલ્હીના એરફોર્સ પબ્લિક સ્કુલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેઓ ગૂગલમાં મુખ્ય ચીફ બિઝનેસ ઓફિસર તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન પ્રસિદ્ધિમાં ઉભરી આવ્યા હતા. 2014માં ગૂગલ છોડ્યા બાદ તેમણે રેકોર્ડ તોડ વળતર પેકેજની સાથે જાપાનમાં સોફ્ટબેન્કનું નેતૃત્વ કરીને ચર્ચા મેળવી. 2018થી તેઓ એક સાઈબર સુરક્ષા ફર્મ પાલો ઓલ્ટો નેટવર્ક્સને ચલાવી રહ્યા છે.