Get The App

ઓપનએઆઈ અંગે ચેતવનાર ભારતીય મૂળના સુચિરની આત્મહત્યા

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
ઓપનએઆઈ અંગે ચેતવનાર ભારતીય મૂળના સુચિરની આત્મહત્યા 1 - image


- ઓપનએઆઈએ ચેટજીપીટી પ્રોગ્રામ બનાવવા ઢગલાબંધ ડેટાની તફડંચી કર્યાનો બાલાજીનો આરોપ

- સુચિરે ત્રણ મહિના પૂર્વે જ એઆઈકંપનીએ કાયદાનો ભંગ કરી ચેટજીપીટી બનાવ્યાનો આરોપ મૂક્યો હતો

- ઓપનએઆઈ વિવિધ કંપનીઓનો ડેટા તફડાવ્યા પછી હવે તે જ કંપનીઓને નાણાકીય ફટકો મારી રહી છે

- ૨૦૨૨માં ઓપનએઆઈ સામે લેખકો, કમ્પ્યુટર પ્રોગ્રામરો અને પત્રકારોએ ઢગલાબંધ કેસો કર્યા

ન્યૂયોર્ક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જાયન્ટ ઓપન એઆઇ સામેના વ્હીસલ બ્લોઅર ભારતીય મૂળનો ૨૬ વર્ષનો  સુચિર બાલાજીએ સાન ફ્રાન્સિસકેમાં આત્મહત્યા કરી હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે. ઓપનએઆના ભૂતપૂર્વ કર્મચારી સુચિર બાલાજી ૨૬ નવેમ્બરના થેન્ક્સગિવિંગડેના રોજ સાનફ્રાન્સિસ્કોના બ્યુકેનના સ્ટ્રીટ ખાતેના ઘરમાં તે મૃત્યુ પામેલી અવસ્થામાં મળી આવ્યો હતો. 

ઓપનએઆઈએ ચેટજીપીટી પ્રોગ્રામ બનાવવા ઢગલાબંધ ડેટાની તફડંચી કર્યાનો બાલાજીનો આરોપ

ઓપનએઆઈ અંગે ચેતવનાર ભારતીય મૂળના સુચિરની આત્મહત્યા

મેડિકલ એક્ઝામિનર ઓફિસે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે અને પોલીસ અધિકારીઓનું પણ કહેવું છે કે હાલમાં તો કશું પણ ખોટું થયું હોવાના પુરાવા મળ્યા નથી. ઓફિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડેવિડ સેરાનો સ્યુવેલે જણાવ્યું હતું કે ઓફિસ ઓફ ધ ચીફ મેડિકલ એક્ઝામિનર (ઓસીએમઇ)એ સાન ફ્રાન્સિસ્કોમાં મૃત્યુ પામનારની ઓળખ સૂચિર બાલાજી તરીકે કરી હતી. તેના મૃત્યુનું કારણ આત્મહત્યા નક્કી થયું છે. ઓસીએમઇએ તેના સગાને આ વાતની જાણ કરી હતી અને તેમણે વધુ કોઈ ટિપ્પણી કરી નથી.

સુચિર બાલાજીએ ઓક્ટોબરમાં ટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે ઓપનએઆઈ પ્રગ્રામ્સ જેવા કે જીપીટી-૪ માટેના સંશોધકોમાં એક હતો. ચેટજીપીટીમાં યુઝર્સ ચેટબોટ જીપીટી સાથે સંવાદ કરી શકે છે. સાનફ્રાન્સિસ્કો ક્રોિનિકલે જણાવ્યું હતું કે બાલાજીના નિધનના લીધે ઓપનએઆઈએ આંચકો અનુભવ્યો છે.

ઓપનએઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ અત્યંત ખરાબ સમાચાર જાણીને ઘેરા આઘાતની લાગણી અનુભવી રહ્યા છીએ અને અમે આ અત્યંત મુશ્કેલ સમયમાં સુચિરના કુટુંબીઓની સાથે છીએ અને તેમને સાંત્વના આપીએ છીએ. બાલાજી બ્લોકબસ્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીના વ્હીસલબ્લોઅર તરીકે જાણીતો થઈ ગયો હતો, જે હાલમાં તેના બિઝનેસ મોડેલને લઈને અનેક કેસોનો સામનો કરી રહી છે.

બાલાજીે ઓપનએઆઈ યુએસ કોપીરાઇટ લોનો ભંગ કરી રહ્યુ હોવાનો જાહેરમાં આરોપ મૂક્યાના ત્રણ મહિના પછી જ તેનું અવસાન થયું છે. તેનો આરોપ હતો કે ઓપનએઆઈએ અમેરિકાના અનેક કોપીરાઇટ કાયદાનો ભંગ કરીને ચેટજીપીટી બનાવ્યું છે, આ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ આજે કંપનીને કરોડો ડોલર રળી આપતી પ્રોડક્ટ બની ગઈ છે. વિશ્વમાં કરોડો લોકો તેનો ઉપયોગ કરે છે. 

૨૦૨૨માં ઓપનએઆઈ સામે લેખકો, કમ્પ્યુટર પ્રોગ્રામરો અને પત્રકારોએ ઢગલાબંધ કેસો કર્યા હતા. તેઓનું કહેવું હતું કે કંપનીએ તેના પ્રોગ્રામને ટ્રેઇન કરવા માટે તેમના કોપીરાઇટ મટીરિયલની રીતસરની ચોરી કરે છે અને તેનું મૂલ્ય તેણે ૧૫૦ અબજ ડોલરે પહોંચાડી દીધું છે. બાલાજીએ ન્યૂયોર્ક ટાઇમ્સમાં ૨૩ ઓક્ટોબરના રોજ પ્રકાશિત ઇન્ટરવ્યુમાં દલીલ કરી હતી કે ઓપનએઆઈ તેવા કારોબારો અને ઉદ્યોગસાહસિકોને નુકસાન પહોંચાડી રહ્યુ છે જેના ડેટાનો ઉપયોગ ચેટજીપીટીને ટ્રેઇન કરવા કરવામાં આવ્યો હતો. બાલાજીએ ઓપનએઆઇ  છોડી દીધી હતી, કારણ કે તેઓ એવી ટેકનોલોજીનો હિસ્સો બની રહેવા માંગતા ન હતા કે જે સમાજને ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડે. 

સુચિરના મૃત્યુ અંગે મસ્કનો પ્રતિભાવ ચર્ચામાં

ન્યૂયોર્ક : ઓપન એઆઈમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના ભૂતપૂર્વ રિસર્ચર ૨૬ વર્ના સુચિર બાલાજીના મોતને લઈન ટેસ્લાના માલિક ઇલોન મસ્કે પ્રત્યાઘાત આપ્યા છે. અબજપતિ ઇલોન મસ્કનો ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે તેણે આ મૃત્યુ અંગે ટ્વિટર પર પોસ્ટ કરીને હમમ જણાવ્યું હતું. તેનો આ ઉદગાર ઘણું કહી જાય છે. ઓપનએઆઈની ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેને ૨૦૧૫માં સ્થાપના કરી હતી. 

ત્રણ વર્ષ પછી મસ્કે ઓપનએઆઈ છોડી દીધી હતી અને તેના બોર્ડમાંથી પણ નીકળી ગયો હતો અને એક્સએઆઈની સ્થાપના કરી હતી. ગયા મહિને જ મસ્કે ઓપનએઆઈ પર ઇજારાશાહીનો આરોપ મૂક્યો હતો.


Google NewsGoogle News