For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

USમાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની ધરપકડ થઈ, કોલેજ કેમ્પસમાં પ્રવેશ પર બૅન, કેમ થઈ કાર્યવાહી?

Updated: Apr 26th, 2024

USમાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની ધરપકડ થઈ, કોલેજ કેમ્પસમાં પ્રવેશ પર બૅન, કેમ થઈ કાર્યવાહી?

Indian-origin student in US has been arrested | અમેરિકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ભારતીય મૂળની વિદ્યાર્થિનીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે તેના પર કોલેજના કેમ્પસમાં પ્રવેશવા સામે પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પ્રિન્સટન યુનિવર્સિટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

કયા કારણોસર કાર્યવાહી થઇ? 

માહિતી અનુસાર ઈઝરાયલ વિરોધી દેખાવોમાં સામેલ થવા બદલ આ વિદ્યાર્થિની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીની ઓળખ અચિંત્યા શિવલિંગન તરીકે થઇ હતી. 

પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવો... 

હાલમાં અમેરિકામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં તથાં ઈઝરાયલના વિરોધમાં યુનિવર્સિટી અને કોલેજોમાં દેખાવોની ઘટના વધી ગઈ છે. ગઈકાલે જ મોટી સંખ્યામાં દેખાવકાર વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક ભારતીય મૂળની વિદ્યાર્થિની અચિંત્યા પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. તેની સાથે અન્ય એક વિદ્યાર્થી સામે પણ કેમ્પસમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.  તેની ઓળખ હસન સૈયદ તરીકે થઇ હોવાના અહેવાલ છે. 

કોણ છે અચિંત્યાં? 

માહિતી અનુસાર અચિંત્યા શિવલિંગન કોઈમ્બતૂરની વતની છે. તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે તેના પર કોલેજના કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આ માહિતી ખુદ પ્રિન્સટન યુનિવર્સિટીના પ્રવક્તાએ આપી હતી. 

Article Content Image

Gujarat