Get The App

સિંગાપોરમાં સંસદીય સમિતિ સમક્ષ ખોટું બોલનારા ભારતીય મૂળના નેતાને 14000 ડોલરનો દંડ

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
Lying To Parliament Panel


Lying To Parliament Panel: સિંગાપોરમાં વિપક્ષના ભારતીય મૂળના નેતા પ્રીતમ સિંહ પર સોમવારે 14000 સિંગાપોર ડોલર (અંદાજે 9 લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રીતમસિંહને સંસદીય સમિતિની સમક્ષ જૂઠ બોલવાના બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. 

પ્રીતમસિંહ પર બે આરોપો માટે મહત્તમ સાત સાત હજાર સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુનાવણી પછી વિપક્ષના નેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે તે ચાલુ વર્ષે નવેમ્બરમાં થનારી સામાન્ય ચૂંટણીમાં ભાગ લેશે.

સિંગાપોરના બંધારણ અનુસાર જો કે વર્તમાન સાંસદને ઓછામાં ઓછા એક વર્ષની જેલની સજા થાય અથવા તેના પર ઓછામાં ઓછું 10,000 સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવે તો તે પોતાની બેઠક ગુમાવી દેશે અને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવશે.   

જો કે ચૂંટણી વિભાગે સોમવારે જણાવ્યું હતું કે પ્રીતમસિંહને ફટકારવામાં આવેલી સજા તેમને સાંસદ તરીકે અયોગ્ય ઠેરવવા માટે પૂરતી નથી. વિભાગે જણાવ્યું હતું કે અયોગ્યતા એક જ અપરાધ માટે આપવામાં આવેલી સજા પર આધારિત છે. 

સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં પ્રીતમસિંહે જણાવ્યું હતું કે, 'મેં મારી કાયદાકીય ટીમને અપીલ નોટિસ દાખલ કરવા માટે તથા લેખિત નિર્ણયની ઝીણવટભરી તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.' સજા સંભળાવવામાં આવ્યા પછી રાજ્ય ન્યાયલયમાં મીડિયાકર્મીઓના પ્રશ્રોના જવાબ આપતા પ્રીતમસિંહે જણાવ્યું હતું કે, 'મારો ઇરાદો આગામી સામાન્ય ચૂંટણી લડવાનો છે જે નવેમ્બરમાં થવાની છે.'

સિંગાપોરમાં સંસદીય સમિતિ સમક્ષ ખોટું બોલનારા ભારતીય મૂળના નેતાને 14000 ડોલરનો દંડ 2 - image


Google NewsGoogle News