Get The App

ટ્રુડોની પાર્ટીનો ભારતને ઝટકો, ભારતવંશી ઉમેદવાર ચંદ્ર આર્યાને કેનેડાના વડાપ્રધાનની રેસથી હટાવ્યાં!

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
ટ્રુડોની પાર્ટીનો ભારતને ઝટકો, ભારતવંશી ઉમેદવાર ચંદ્ર આર્યાને કેનેડાના વડાપ્રધાનની રેસથી હટાવ્યાં! 1 - image


Canada Chandra Arya News | કેનેડાના કાર્યકારી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં વડા પ્રધાન અને લિબરલ પાર્ટીના વડા પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે કેનેડાના આગામી પીએમની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના માટે ઘણા ભારતીયોએ ઉમેદવારી રજૂ કરી હતી. તેમાં સૌથી મોટું નામ ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યાનું હતું. 



ચૂંટણીની નિષ્પક્ષતા સામે સવાલ ઊઠાવ્યાં 

જોકે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ચંદ્ર આર્યાને પીએમ પદ અને પાર્ટીના નેતૃત્વની રેસમાંથી બહાર કરી દેવાની તૈયારી છે. લિબરલ પાર્ટીના જાણીતા નેતા ચંદ્ર આર્યાએ પોતે આ માહિતી આપી છે. તેમણે ચૂંટણીની નિષ્પક્ષતા સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.

X પર ચંદ્ર આર્યાને કરી પોસ્ટ 

રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ચંદ્ર આર્યાએ જણાવ્યું હતું કે કેનેડાની લિબરલ પાર્ટીએ તેમને પાર્ટીના નેતૃત્વ અને પીએમ પદની રેસમાં જોડાવાની પરવાનગી આપી નથી. આજે મને કેનેડાની લિબરલ પાર્ટી દ્વારા જાણ કરવામાં આવી હતી કે મને નેતૃત્વની રેસમાં પ્રવેશવાની મંજૂરી નહીં આપે. હું તેમના સત્તાવાર નિવેદનની રાહ જોઈ રહ્યો છું. આ નિર્ણય ચૂંટણીની કાયદેસરતા અને કેનેડાના આગામી વડા પ્રધાન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. હું બધા કેનેડિયનો માટે સખત મહેનત કરવા માટે પ્રતિબદ્ધ છું. હું આવનારી પેઢીઓ માટે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ.



ટ્રુડોની પાર્ટીનો ભારતને ઝટકો, ભારતવંશી ઉમેદવાર ચંદ્ર આર્યાને કેનેડાના વડાપ્રધાનની રેસથી હટાવ્યાં! 2 - image




Google NewsGoogle News