VIDEO: USAમાં બોલાચાલી બાદ પત્ની સામે જ ભારતીય મૂળના વ્યક્તિની હત્યા, પોલીસે આરોપીને છોડ્યો

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
UAS


Murder In USA : અમેરિકાના ઈન્ડિઆના રાજ્યમાં રસ્તા વચ્ચે સામાન્ય બોલાચાલીમાં ભારતીય મૂળના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, '29 વર્ષના ભારતીય મૂળના ગેવિન દાસૌર પોતાની મેક્સિકન પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં પિક-અપ ટ્રક ડ્રાઈવર સાથે બોલાચાલી થઈ હતી. મૂળ આગરાના દાસૌરના 29 જૂને લગ્ન થયા બાદ અમેરિકા આવ્યાં હતા. તેમણા લગ્નના હજુ માત્ર બે અઠવાડિયા જેવો સમય થયો હતો. બીજી તરફ, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે આરોપીને પકડી પાડી વધુ પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યાં હતા.'

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વાયરલ વીડિયો પ્રમાણે, ભારતીય મૂળના વ્યક્તિએ સામાન્ય બોલાચાલીમાં પોતાના જીવ ગુમાવ્યો હતો. જેમાં તેણે પિક-અપ ટ્રક ડ્રાઈવર પર ગુસ્સે થઈને પોતાના હાથમાં બંદૂક રાખીને બોલાચાલી કરી હતી. આ દરમિયાન પિક-અપ ટ્રકમાંથી એક વ્યક્તિએ ગોળી મારતા ભારતીય મૂળના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જો કે, ઘટના પછી વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઈજાઓ થતાં વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. 

પોલીસે આરોપીને છોડી દીધા

દાસૌરની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે, 'જ્યારે મારા પતિની હત્યા કરવામાં આવી ત્યારે મે તે લોકોને પકડી લીધી હતા, પછી મે એમ્બ્યુલન્સની રાહ જોઈ હતી.' ધટના બાદ આરોપીને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે, 'આરોપીએ આત્મરક્ષા માટે ગોળી ચલાવી હશે. ઘટનાને લઈને વધુ તપાસ કર્યા પછી મેરિયન કાઉન્ટી પ્રોસીક્યુટર ઓફિસ દ્વારા વિચારણા કરીને આરોપીને છોડવામાં આવ્યાં હતા.'

VIDEO: USAમાં બોલાચાલી બાદ પત્ની સામે જ ભારતીય મૂળના વ્યક્તિની હત્યા, પોલીસે આરોપીને છોડ્યો 2 - image


Google NewsGoogle News