Get The App

પત્ની માટે સોનાની ચેઈન ખરીદી ભાગ્ય ચમક્યું, રાતોરાત 'કરોડપતિ' બન્યો આ ભારતીય

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
પત્ની માટે સોનાની ચેઈન ખરીદી ભાગ્ય ચમક્યું, રાતોરાત 'કરોડપતિ' બન્યો આ ભારતીય 1 - image


Image Source: Twitter

How To Indian Origin Crorepati: સિંગાપોરમાં ભારતીય મૂળનો એક વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગયો છે. પોતાની પત્ની માટે સોનાની ચેન ખરીદવાથી તેની સ્ટોરી શરૂ થઈ હતી. બાલાસુબ્રમણ્યમ ચિદમ્બરમે 24 નવેમ્બરે પોતાની પત્ની માટે મુસ્તફા જ્વેલરી શોપમાંથી એક સોનાની ચેઈન ખરીદી હતી. ત્યાર બાદ તેણે સ્કીમ પ્રમાણે મુસ્તફા જ્વેલરી દ્વારા આયોજિત લકી ડ્રોમાં પ્રથમ ઈનામ જીત્યું હતું. આ એક એવો લકી ડ્રો હતો જેણે ચિદમ્બરમનું ભાગ્ય બદલી નાખ્યું. હવે આ સમાચાર ટ્રેન્ડમાં છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.





પત્ની માટે સોનાની ચેઈન ખરીદી ભાગ્ય ચમક્યું

સિંગાપોરમાં 21 વર્ષ સુધી કામ કરનાર પ્રોજેક્ટ એન્જિનિયર બાલાસુબ્રમણ્યમ ચિદમ્બરમે 24 નવેમ્બરના રોજ મુસ્તફા જ્વેલરી દ્વારા આયોજિત લકી ડ્રોમાં પ્રથમ ઇનામ જીત્યું હતું, જ્યાંથી તેણે તેની પત્ની માટે સોનાની ચેન ખરીદી હતી. હવે તેણે 1 મિલિયન યુએસ ડોલર (લગભગ 8 કરોડ રૂપિયા) જીતી લીધા છે અને રાતોરાત કરોડપતિ બની ગયો છે. બાલાસુબ્રમણ્યમે આ ઘટનાને તેમના પિતાની પુણ્યતિથિ પર તેમનો આશીર્વાદ ગણાવ્યો હતો.

આ પણ વાંચો: 'ટોક્સિક સંબંધો થઈ ગયા હતા...' ગોવિંદા-કૃષ્ણાની લડાઈ અંગે ટીનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

શું છે સોનાની ચેઈનની સ્ટોરી

તમને જણાવી દઈએ કે, મુસ્તફા જ્વેલરી સ્ટોરે ટેસેન્સોહનમાં સિવિલ સર્વિસ ક્લબમાં વાર્ષિક ઈવેન્ટના ભાગરૂપે આ ડ્રોનું આયોજન કર્યું હતું. તેમાં એ 250 લોકો ભાગ લઈ શકતા હતા જેઓ 250 સિંગાપોર ડૉલર ખર્ચ કરવા ઈચ્છુક હતા. તેમાં બાલાસુબ્રમણ્યમ ચિદમ્બરમે પોતાની પત્ની માટે સ્ટોરમાંથી 6,000 સિંગાપોર ડોલરની સોનાની ચેઈન ખરીદી હતી. આ માટે તે પ્રથમ લકી ડ્રો વિનર બન્યો હતો.

કરોડપતિ બનવાના સમાચાર સાંભળતા જ ઈમોશનલ થયો

બાલાસુબ્રમણ્યમ ચિદમ્બરમને પોતે કરોડપતિ બની ગયાના સમાચાર મળતા તેઓ ભાવુક થઈ ગયા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે મારા પિતાની ચોથી પુણ્યતિથિ પણ છે. આ એક આશીર્વાદ છે. તેમણે કહ્યું કે, હું મારી માતા સાથે આ ખુશ ખબર શેર કરવા અને સિંગાપોરમાં કામ કરવા માટે વીતાવેલા વર્ષો માટે આભારના પ્રતીક તરીકે પોતાની જીતનો એક હિસ્સો સમુદાયને દાન કરવાની યોજના બનાવી રહ્યો છું.  


Google NewsGoogle News