કમલા હેરિસને મોટો ઝટકો, અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણી રસપ્રદ બની, જુઓ નવા સર્વેના તારણો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
કમલા હેરિસને મોટો ઝટકો, અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણી રસપ્રદ બની, જુઓ નવા સર્વેના તારણો 1 - image


Image Source: Twitter

US Presidential Election 2024: અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણી રસપ્રદ બની રહી છે. અમેરિકાના ઉપ પ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસને મોટો ઝટકો લાગ્યો છે. પ્રમુખ પદ અંગેના ત્રણ સર્વેમાં તેમને પૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના પ્રમખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે કાંટાની ટક્કર મળતી નજર આવી રહી છે અને આ ત્રણેય સર્વેમાં ટ્રમ્પને ભારતીય મૂળના કમલા હેરિસ પર સામાન્ય લીડ મળતી નજર આવી રહી છે. 

અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં પેન્સિલવેનિયા રાજ્યને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને અહીં કરવામાં આવેલા બે સર્વે દર્શાવે છે કે, ટ્રમ્પને હેરિસ પર સામાન્ય લીડ મળી રહી છે. જ્યારે ત્રીજા રાષ્ટ્રીય સર્વેમાં પણ હેરિસ ટ્રમ્પથી પાછળ ચાલી રહી છે.

પેન્સિલવેનિયામાં 19 ઈલેક્ટોરલ વોટ છે. આ રાજ્યમાં Cygnal એન્ડ Emerson કોલેજના સર્વે પ્રમાણે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ માટે આગળ નજર આવી રહ્યા છે. 14 અને 15 ઓગસ્ટના રોજ 800 સંભવિત મતદારો વચ્ચે કરવામાં આવેલા સર્વે પ્રમાણે સર્વેમાં ટ્રમ્પનું 44% સમર્થન છે તો બીજી તરફ હેરિસને 43% વોટ મળ્યા છે.

આ સર્વેમાં અપક્ષ ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયરને 5% પોઈન્ટ મળ્યા છે. જુલાઈમાં પણ Cygnal એન્ડ Emersonને એક સર્વે કરાવ્યો હતો જેમાં ટ્રમ્પને આ વખત કરતા 2% ઓછા પોઈન્ટ મળ્યા હતા.

બીજા સર્વેમાં પણ ટ્રમ્પ કમલા હેરિસ કરતા આગળ

13-14 ઓગષ્ટના રોજ RealClearPennsylvania માટે પેન્સિલવેનિયામાં 1,000 સંભવિત મતદારો પર એમર્સન કોલેજના સર્વેમાં પણ ટ્રમ્પને હેરિસના 48%ની તુલનામાં 49% વોટ મળ્યા હતા.

આ સર્વેમાં જ્યારે કેનેડીને સામેલ કરવામાં આવ્યા હતા, ત્યારે હેરિસ અને ટ્રમ્પ બંનેને જ 47% સાથે સમાનતા પર આવી ગયા, જ્યારે સ્વતંત્ર ઉમેદવારોને 3% પોઈન્ટ હાસંલ થયા હતા. 

નેશનલ પોલમાં ટ્રમ્પની હેરિસ પર લીડ

રાષ્ટ્રીય સ્તરના સર્વેમાં પણ ટ્રમ્પ કમલા હેરિસ કરતાં આગળ છે. 2,708 સંભવિત મતદારોએ 12-14 ઓગસ્ટ વચ્ચે RMG રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા નેપોલિટન ન્યૂઝ સર્વિસ સર્વેમાં ભાગ લીધો હતો, જેમાં પણ ટ્રમ્પને હેરિસ કરતાં 1 પોઈન્ટ આગળ નજર આવ્યા હતા,હેરિસને 45% વોટ મળ્યા જ્યારે ટ્રમ્પને 46% વોટ મળ્યા હતા. 

જુલાઈ 21ના ​​રોજ પ્રમુખ જો બાઈડને જાહેરાત કરી કે હું પ્રમુખ પદની રેસમાંથી ખસી રહ્યો છું અને કમલા હેરિસને સમર્થન આપીશ. તેમણે કહ્યું હતું કે, 'આજે હું કમલાને આ વર્ષે અમારી પાર્ટીના ઉમેદવાર બનાવવા માટે મારું સંપૂર્ણ સમર્થન આપવા માંગુ છું. હવે એક સાથે આવવાનો અને ટ્રમ્પને હરાવવાનો સમય આવી ગયો છે. 


Google NewsGoogle News