Us Election: અમેરિકામાં મૂળ ભારતીયોનો દબદબો, 35થી વધુ નેતાઓ ચૂંટણી મેદાનમાં
Indian American Role in US Election 2024: થોડા દાયકા પહેલાં સુધી અમેરિકાના રાજકારણમાં ગણ્યાગાંઠ્યા એકાદ ભારતીયનું નામ જોવા મળતું હતું, પરંતુ છેલ્લાં થોડા વર્ષોમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. હાલની જ વાત કરીએ તો અમેરિકામાં યોજાયેલી લોકલ બોડી અને સ્ટેટ ઇલેક્શન માટે 3 ડઝનથી વધારે ભારતીય અમેરિકી મેદાનમાં છે. ભારતીય-અમેરિકી કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિનું માનવું છે, 'જો તમે ટેબલ પર નથી, તો તમે મેન્યૂ પર છો.' તે હંમેશા અલગ-અલગ ભારતીય-અમેરિકી આયોજનોમાં જ આ સંદેશષ આપતા સમુદાયના સભ્યોને તમામ સ્તર પર ચૂંટણીમાં ઉતરવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરતાં જોવા મળે છે.
કેલિફોર્નિયા બન્યું ભારતીય-અમેરિકીનો ગઢ
ભારતીય-અમેરિકી દ્વારા સ્થાનિક ચૂંટણીમાં દબદબાનું સૌથી મોટું ઉદાહરણ કેલિફોર્નિયામાં જોવા મળી રહ્યું છે, જ્યાં 2 ભારતીય-અમેરિકી પ્રતિનિધિ, રો ખન્ના અને ડૉ. અમી બેરા, કોંગ્રેસમાં સેવા આપી રહ્યા છે. આ સિવાય, ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસની માતા પણ ભારતમાં જન્મી હતી. કેલિફોર્નિયામાં ચૂંટણીમાં ભાગ લેનાર પ્રમુખ નામમાં, આદલા ચિસ્તી (કાઉંટી સુપરવાઇઝર, ડિસ્ટ્રિક્ટ 11), અલિયા ચિસ્તી (સૈન ફ્રાંસિસ્કો સિટી કૉલેજ બોર્ડ), દર્શના પટેલ (સ્ટેટ એસેમ્બલી), નિકોલે ફર્નાંડીઝ (સૈન મેટેઓ સિટી કાઉન્સિલ), નિત્યા રામન (લૉસ એંજિલ્સ સિટી કાઉન્સિલ), ઋચા અવસ્થી (ફોસ્ટર સિટી કાઉન્સિલ) અને સુખદીપ કૌર (એમેરીવિલ સિટી કાઉન્સિલ) સામેલ છે.
આ પણ વાંચોઃ US Election: કેવી રીતે ચૂંટાય છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, શું છે ઇલેક્ટોરલ વોટ સિસ્ટમ
આ સિવાય, તારા શ્રીકૃષ્ણન સિલિકૉન વેલીના કેલિફોર્નિયા રાજ્ય વિધાનસભાના ડિસ્ટ્રિકટ 26થી ચૂંટણી મેદાનમાં છે. જણાવી દઈએ કે, કેલિફોર્નિયામાં આશરે 9 લાખ ભારતીય-અમેરિકી નિવાસી છે અને આ રાજ્ય આખા અમેરિકામાં ભારતીય-અમેરિકી સમુદાયનો સૌથી મોટો ગઢ છે.
અન્ય રાજ્યોમાં પણ દબદબો!
મિશિગનમાં પણ ઘણાં ભારતીય-અમેરિકી ઉમેદવાર પણ સક્રિય છે. જ્યાં તમામ બેઠક માટે ખૂબ જ નજીકનો મુકાબલો હોય છે, જેમાં મતનું અંતર ફક્ત 10 હજાર સુધીમાં સમેટાઈ જાય છે. મિશિગનમાં ડૉ. અજય રામન (ઑકલેન્ડ કાઉંટી કમિશનર, ડિસ્ટ્રિક્ટ 14) અને અનિલ કુમાર તથા રંજીવ પુરી (મિશિગન રાજ્ય હાઉસ) ચૂંટણી મેદાનમાં છે. એરિજોનામાં પ્રિયા સુંદરેશન સ્ટેટ એસેમ્બલી માટે તો રવી શાહ સ્કૂલ બોર્ડ માટે ચૂંટણી મેદાનમાં છે. પેન્સિલવેનિયામાં આનંદ પાટેકર, આનના થૉમસ અને અરવિંદ વેંકટ સ્ટેટ હાઉસ તો નિકિલ સાવલ સ્ટેટ સીનેટ માટે ઉમેદવાર છે.
જ્યોર્જિયાથી અશ્વિન રામસ્વામી ચર્ચામાં
જ્યોર્જિયામાં અશ્વિન રામસ્વામી રાજ્ય સીનેટ માટે ચૂંટણી લડી રહ્યાં છે અને જો તે ચૂંટણી જીતે છે, તો તે જ્યોર્જિયા સ્ટેટ સીનેટમાં સૌથી યુવા સભ્ય બનશે. જોકે, ચૂંટણી દરમિયાન અશ્વિન રામસ્વામીને જાતિવાદી અને નફરતભર્યા નિવેદનોનો સામનો કરવો પડી રહ્યો છે. ઇલિનૉયસમાં અનુશા થોઠકુરા સ્કૂલ બોર્ડ માટે અને નબીલ સૈયદ રાજ્ય હાઉસ માટે ઉમેદવાર છે. ઓહાયોમાં ચાંતેલ રઘુ કાઉંટી કમિશનર અને પવન પારિખ કાઉંટી ક્લર્ક ઑફ કોર્ટ્સના પદ માટે ચૂંટણી મેદાને છે. વળી, વર્જીનિયામાં ડેની અવુલા રિચમંડના મેયર પદ માટે ઉમેદવાર છે.
ટેક્સાસમાં પણ ભારતવંશી
ટેક્સાસમાં પણ ભારતીય-અમેરિકી ઉમેદવારપોની લાંબી યાદી છે, જેમાં અશિકા ગાંગુલી (સિટી કાઉન્સિલ), કાર્થિક સૂરા (રાજ્ય સીનેટ), નબીલ શીક (કાઉંટી કાંસ્ટેબલ), રમેશ પ્રેમકુમાર (સિટી કાઉંસિલ), રવિ સાંડિલ (જજ), સલમાન ભોજાની (સ્ટેટ હાઉસ), શેખર સિન્હા (સ્ટેટ હાઉસ), શરીન થૉમસ (જજ), સુલેમાન લાલાની (સ્ટેટ હાઉસ) અને સુમ્બલ ઝેબ (કાઉંટી એપ્રેઝલ કોર્ટ)ના નામ સામેલ છે. વળી, ન્યૂયોર્કમાં ઝેરમી કૂની અને મનીતા સાંગવી સ્ટેટ સીનેટ માટે અને ઝોહન મમદાની સ્ટેટ અસેમ્બલી માટે ચૂંટણી લડી રહ્યાં છે. વોશિંગ્ટનમાં મનકા ધીંગરા એટર્ની નજરલ પદ માટે ચૂંટણી મેદાનમાં છે. જોકે, મોના દાસ પબ્લિક લેન્ડ્સ કમિશનરના પદ માટે ઉમેદવાર છે.