બહેરીનમાં ઈઝરાયલના સમર્થનમાં પોસ્ટ કરતાં ભારતીય મૂળના ડૉક્ટરની નોકરી છીનવાઈ, થઈ ધરપકડ

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
બહેરીનમાં ઈઝરાયલના સમર્થનમાં પોસ્ટ કરતાં ભારતીય મૂળના ડૉક્ટરની નોકરી છીનવાઈ, થઈ ધરપકડ 1 - image

ઈઝરાયલ-હમાસ (israel hamas war) વચ્ચે ચાલી રહેલી યુદ્ધ વચ્ચે બહેરીનથી એક આંચકાજનક અહેવાલ જાણવા મળ્યાં છે. માહિતી અનુસાર અહીં રોયલ બહેરીન હોસ્પિટલમાં ફરજ પર તહેનાત ભારતીય મૂળના સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર સુનીલ રાવને ઈઝરાયલના સમર્થનમાં અને પેલેસ્ટાઈનના વિરોધમાં તથા હમાસને આતંકવાદી કહેતી પોસ્ટ કરવા બદલ બદલ ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. 

ઈઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ વકર્યું

આ અહેવાલ એવા સમયે આવ્યા છે જ્યારે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ સતત બે અઠવાડિયાથી જોવા મળી રહી છે. જેના પગલે પાંચ હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. જેમાં ઈઝરાયલે તેના પર કરાયેલા હુમલાનો બદલો લેવા માટે બોમ્બમારો કરીને મોટી જાનહાનિ કરી છે. ગાઝામાં ઘાયલોની સંખ્યા 15000 અને બેઘર થયેલા પેલેસ્ટિની અને ગાઝાવાસીઓને સંખ્યા લાખોમાં પહોંચી ગઈ છે. 

બહેરીનના આંતરિક બાબતોના મંત્રાલયે પુષ્ટી કરી 

ડૉ. રાવની પોસ્ટની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ હતી. જોકે તેમને નોકરી પરથી છુટા કરી દેવાતાં તે વધારે ચર્ચામાં આવી છે. બહેરીનના આંતરિક બાબતોના મંત્રાલયે તેમની ધરપકડ કરી લેવાયાની પુષ્ટી પણ કરી હતી. સિક્યોરિટી એજન્સી દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

હમાસે વરસાવ્યા હતા 5000 રોકેટ 

ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર ઓચિંતો 5000 રોકેટનો મારો ચલાવીને ઈઝરાયલમાં ખળભળાટ મચાવતા હજારો લોકોને નિશાન બનાવ્યા હતા. જેના બાદ ઈઝરાયલે હવાઈ હુમલા કરીને ગાઝાવાસીઓ પર કેર વર્તાવ્યો હતો.


Google NewsGoogle News