કેનેડામાં એક જ પરિવારના 3 ભારતીયો જીવતા ભૂંજાયા, અઠવાડિયા પહેલા ઘરમાં લાગી હતી આગ

મૃતકોમાં દંપતી અને તેમની દીકરી સામેલ, પોલીસે તપાસ શરૂ કરી

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
કેનેડામાં એક જ પરિવારના 3 ભારતીયો જીવતા ભૂંજાયા, અઠવાડિયા પહેલા ઘરમાં લાગી હતી આગ 1 - image


Canada News | કેનેડાથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક અઠવાડિયા પહેલાં ઓન્ટારિયોમાં એક ઘરમાં આગની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતા. હવે ખુલાસો એ થયો છે કે આ તમામ મૃતકો ભારતીય મૂળના હતા. જેમની ઓળખ રાજીવ વારિકુ (51), તેમની પત્ની શિલ્પા (47) અને તેમની દીકરી મહેક વારિકુ (16) તરીકે થઈ હતી. 

શુક્રવારે તેમના અવશેષોની ઓળખ થઇ 

માહિતી અનુસાર મૃતકોના બળી ગયેલા અવશેષોની ઓળખ શુક્રવારે થઇ શકી હતી જેના બાદ આ દુઃખદ માહિતીનો ખુલાસો થયો હતો. પોલીસે જણાવ્યું કે આગ ઓલવાયા બાદ તપાસકારોને બળી ગયેલા ઘરમાંથી માનવીના અવશેષો મળ્યા હતા પણ તે સમયે મૃતકોની કોઈ ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નહોતી. એક મીડિયાના અહેવાલ અનુસાર પોલીસનું એવું માનવું છે કે આ આગ કોઈ આકસ્મિક કારણોસર નહોતી લાગી. પોલીસ હવે દરેક એંગલથી તપાસ કરી રહી છે.  

કેનેડામાં એક જ પરિવારના 3 ભારતીયો જીવતા ભૂંજાયા, અઠવાડિયા પહેલા ઘરમાં લાગી હતી આગ 2 - image


Google NewsGoogle News