Get The App

ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદ પણ વડાપ્રધાનની રેસમાંથી ખસી ગયા, ટ્રુડોનું સ્થાન કોણ લેશે?

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદ પણ વડાપ્રધાનની રેસમાંથી ખસી ગયા, ટ્રુડોનું સ્થાન કોણ લેશે? 1 - image


Canada Prime Minister: કેનેડાથી એક મોટા સમાચાર સામે આવ્યા. ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદ કેનેડાના વડાપ્રધાન પદની રેસમાંથી ખસી ગયા છે. એવી ચર્ચા હતી કે તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લઈ શકે છે પરંતુ હવે તેમણે વડાપ્રધાન પદની રેસમાંથી હટવાનો નિર્ણય લેતાં કેનેડાને પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન મળવાનું સપનું રોળાઈ ગયું હોય તેવું લાગે છે. જોકે હવે આ સાથે મુદ્દો એ છે કે ટ્રુડોની જગ્યા કોણ લેશે? 

ઉલ્લેખનીય છે કે આ પહેલાં બે અન્ય લોકો પણ વડાપ્રધાન પદની રેસમાંથી હટી ગયા હતા. જેનાથી કેનેડાનું રાજકારણ રસપ્રદ બની ગયું છે. વડાપ્રધાન પદેથી જસ્ટિન ટ્રુડોના રાજીનામાના થોડા દિવસો બાદ હવે અનિતા આનંદે આ જાહેરાત કરતાં પુષ્ટિ કરી કે, ‘હું આવનારી ચૂંટણી નહીં લડું. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આગળ વધવાનો નિર્ણય લઈ લીધો છે અને હવે મારા માટે પણ સમય આવી ગયો છે કે, હું પણ તેમને અનુસરું.' અનિતા આનંદ ઓન્ટારિયાના ઓકવિલેથી સાંસદ છે. 

અનિતા આનંદના મહત્ત્વપૂર્ણ કાર્યો

અનિતા આનંદ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ છે. તેમના પિતા તમિલ અને માતા પંજાબી છે. 57 વર્ષીય અનિતાએ જસ્ટિન ટ્રુડોની સરકારમાં અનેક પોર્ટફોલિયો સંભાળ્યા છે. તેમણે ટ્રુડો સરકારમાં જાહેર સેવા અને પરચેઝ તેમજ સંરક્ષણ જેવા મંત્રાલયો પણ સંભાળ્યા છે. તેમને 2024માં ટ્રેઝરી વોર્ડના અધ્યક્ષ પણ બનાવાયા હતા. સંરક્ષણ મંત્રી તરીકે અનિતાએ યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનને માનવ સહાય કરવાના વૈશ્વિક પ્રયાસોનું નેતૃત્વ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  

આ પણ વાંચોઃ શું કેનેડાને પ્રથમ હિન્દુ વડાપ્રધાન મળશે? ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ દાવેદારી નોંધાવી

ભારતના સ્વાતંત્ર્ય સેનાનીની પૌત્રી છે અનિતા આનંદ

અનિતા આનંદે તેમના ભારતવંશી હોવા પર ઉઠતાં સવાલો વિશે કહ્યું કે ‘ઘણાં લોકોએ મને લેખિતમાં કહ્યું હતું કે, ભારતીય મૂળની કોઈ વ્યક્તિ ઓકવિલેમાં નહીં જીતી શકે. તેમ છતાં હું 2019 બાદથી એક નહીં પરંતુ બે વાર જીતી. હું આ સન્માનને હંમેશા માટે મારા દિલમાં રાખીશ. નોંધનીય છે કે, અનિતાના માતા-પિતા બંને ડૉક્ટર હતાં અને તે કેનેડામાં આવીને વસી ગયા હતાં. અનિતાના દાદા તમિલનાડુના સ્વાતંત્ર્ય સેનાની હતાં.’ 

આ પણ વાંચોઃ કેનેડાના વડાપ્રધાનની પસંદગી કરવાની જવાબદારી ભારતીય મૂળના સચિત પર, જાણો કોણ છે આ હસ્તી 

ઉલ્લેખનીય છે કે, બે અન્ય પ્રમુખ દાવેદાર, વિદેશ મંત્રી મેલાની જૉય અને નાણાંમંત્રી ડોમિનિક લેબ્લાંકે પણ ગત અઠવાડિયે વડાપ્રધાન પદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો. 2019માં રાજકારણમાં પ્રવેશ કરતાં પહેલાં આનંદ યેલ યુનિવર્સિટીમાં એક વિઝિટિંગ લેક્ચરર અને ટોરંટો યુનિવર્સિટીમાં લૉ પ્રોફેસર હતાં.


Google NewsGoogle News