ભારતીય નૌસેનાએ વધુ એક વેપારી જહાજ અને તેના ક્રુ મેમ્બરને બચાવી લીધા, 35 ચાંચિયાઓ સરેન્ડર

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
ભારતીય નૌસેનાએ વધુ એક વેપારી જહાજ અને તેના ક્રુ મેમ્બરને બચાવી લીધા, 35 ચાંચિયાઓ સરેન્ડર 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 17 માર્ચ 2024

ભારતીય નૌસેના આગળ સોમાલિયાના દરિયાઈ ચાંચિયાઓ ફરી ઘૂંટણિયે પડ્યા છે.

ભારતીય કિનારાથી 1400 નોટિકલ માઈલ દૂર એક વેપારી જહાજને હાઈજેક કરનારા 35 ચાંચિયાઓને નૌસેનાએ આત્મસમર્પણ કરવા માટે મજબૂર કર્યા છે. એટલુ જ નહીં રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને આ જહાજ પરના 17 ક્રુ મેમ્બર્સને પણ ભારતીય નેવીએ બચાવી લીધા છે.

આ અભિયાનમાં ભારતીય નૌસેનાએ પોતાના પી-8 જાસૂસી વિમાન, મારકણા યુધ્ધ જહાજો આઈએનએસ કોલકાતા અને આઈએનએસ સુભદ્રા તેમજ ડ્રોન વિમાનોને કામે લગાડ્યા હતા. સાથે સાથે માર્કોસ કમાન્ડોને પણ ઓપરેશન માટે ઉતારવામાં આવ્યા હતા. લગભગ 40 કલાક સુધી આ ઓપરેશન ચાલ્યુ હતુ. આ દરમિયાન હાઈજેક કરાયેલા જહાજ એમ વી રુએન પર સતત નજર રાખવામાં આવી રહી હતી.

આ જહાજનુ 14 માર્ચે અપહરણ કરવામાં આવ્યુ હતુ અને તેના કારણે આ વિસ્તારમાં અવર જવર કરી રહેલા બીજા વેપારી જહાજો માટે પણ ખતરો સર્જાયો હતો. 15 માર્ચે જ્યારે નેવીએ આ જહાજને અટકાવ્યુ ત્યારે ચાંચિયાઓએ ફાયરિંગ શરુ કર્યુ હતુ. જેના જવાબમાં માર્કોસ કમાન્ડોને હાઈજેક કરાયેલા જહાજ પર મોકલવામાં આવ્યા હતા.

ચાંચિયાઓએ એ પછી શરણાગતિ સ્વીકારી લીધી હતી. જહાજ પર કમાન્ડોની એક ટીમે હથિયારો અને દારુગોળો સંતાડાયો છે કે નહીં તેની જાણકારી મેળવવા માટે તલાશી લીધી હતી.

નેવીએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે, અમે સમુદ્રી સુરક્ષા અને વેપારી જહાજોની સલામતી માટે  કટિબધ્ધ છે. આ જહાજના ક્રુ મેમ્બરોમાં અંગોલા, બુલ્ગારિયા તેમજ મ્યનમારના લોકો સામેલ છે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં ઈન્ડિયન નેવીએ સેંકડો વેપારી જહાજોની કોઈને કોઈ રીતે મદદ કરીને વૈશ્વિક સ્તરે એક આગવી ઈમેજ ઉભી કરી દીધી છે.


Google NewsGoogle News