ભારતીય નૌકાદળની બહાદુરીએ 23 પાકિસ્તાની ક્રૂને બચાવ્યાં, ઈરાની જહાજને ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
ભારતીય નૌકાદળની બહાદુરીએ 23 પાકિસ્તાની ક્રૂને બચાવ્યાં, ઈરાની જહાજને ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું 1 - image


Indian Navy: એડનની ખાડીમાં છેલ્લા ઘણા દિવસોથી ચાંચિયાઓ દ્વારા જહાજો પર હુમલા થઈ રહ્યા છે ત્યારે ભારતીય નૌકાદળે શુક્રવારે ચાંચિયાઓના હુમલાનો જવાબ આપીને કાર્યવાહી કરી હતી. ભારતીય નૌકાદળે કલાકોમાં જ પાકિસ્તાની નાગરિકોના ક્રૂને બચાવી લેવામાં આવ્યા હતા. આ સાથે જ ઈરાની ફિશિંગ જહાજ  'AI Kanbar 786' પર સવાર ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું હતું.

ઈરાનના જહાજને ચાંચિયાઓના કબજામાંથી બચાવી લીધું 

ભારતીય નૌકાદળે ફરી એક વખત ચાંચિયાઓ સામે મોટી કાર્યવાહી કરીને જીત મેળવી છે અને ઈરાનના એક જહાજને ચાંચિયાઓના કબજામાંથી બચાવી લીધું છે. આ જહાજ ઈરાની ફિશિંગનું જહાજ હતું, જેની સાથે ભારતીય નૌકાદળે પણ 23 પાકિસ્તાની ક્રૂને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. ભારતીય નૌકાદળે આ ઓપરેશન અંગે તેના નિવેદનમાં કહ્યું હતું કે  12 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન અમારી નિષ્ણાત ટીમ આ વિસ્તારની તપાસ કરશે, જેથી આ વિસ્તાર ફિશિંગ અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ માટે ફરીથી સુરક્ષિત બનશે. ગુરુવારે જ આ જહાજને ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું, ત્યારબાદ નૌકાદળે તેમને બચાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું.

ભારતીય નૌકાદળે જડબાતોડ જવાબ આપીને કાર્યવાહી કરી

આ અંગે માહિતી અનુસાર ભારતીય નૌકાદળે એડનની ખાડી પાસે ચાંચિયાઓના હુમલાનો જડબાતોડ જવાબ આપીને એક ઓપરેશન હેઠળ કલાકોની આકરી કાર્યવાહી બાદ 23 પાકિસ્તાની નાગરિકોના ક્રૂને બચાવી લેવામાં આવ્યા હતા. આ સાથે જ ઈરાની ફિશિંગ જહાજ 'AI Kanbar 786' પર સવાર ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું હતું. નૌકાદળને 28 માર્ચની સાંજે ઈરાનના ફિશિંગ જહાજ 'AI Kanbar 786' પર ચાંચિયાઓએ હુમલો કર્યાની માહિતી મળી હતી. આવી માહિતી મળતાની સાથે જ નૌકાદળે ઈરાની જહાજને બચાવવા માટે અરબી સમુદ્રમાં દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત બે જહાજોએ જડબાતોડ જવાબ આપીને કાર્યવાહી કરી હતી. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટના સમયે, જહાજ સોકોત્રાથી લગભગ 90 એનએમ દક્ષિણ-પશ્ચિમમાં હતું અને તેમાં નવ સશસ્ત્ર ચાંચિયાઓ હોવાનું જાણવા મળ્યું હતું. 

ભારતીય નૌકાદળની બહાદુરીએ 23 પાકિસ્તાની ક્રૂને બચાવ્યાં, ઈરાની જહાજને ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું 2 - image


Google NewsGoogle News