Get The App

ટ્રક લઈને વ્હાઇટ હાઉસને ઉડાવી નાખવાનો પ્રયાસ કરનારા ભારતીયને 8 વર્ષની સજા, ગ્રીન કાર્ડધારક હતો

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
Indian man


Indian Tried to Attack White House: અમેરિકામાં એક ભારતીયને વ્હાઇટ હાઉસ પર હુમલો કરવાનો પ્રયાસ કરવા બદલ આઠ વર્ષની જેલની સજા ફટકારી છે. ગુરુવારે (16મી જાન્યુઆરી) એક અમેરિકાની કોર્ટે સાઈ વર્ષિત કંડુલાને હુમલાનો દોષી ઠેરવ્યો હતો. 20 વર્ષીય સાઈએ 22મી મે 2023ના રોજ આ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, 'આ હુમલાનો ઉદ્દેશ્ય લોકશાહી રીતે ચૂંટાયેલી યુએસ સરકારને ઉથલાવી પાડવાનો હતો જેથી તેની જગ્યાએ નાઝી વિચારધારાથી પ્રેરિત સરમુખત્યારશાહી શાસન આવે.

જાણો શું છે સમગ્ર મામલો

અહેવાલો અનુસાર, સાઈ કંડુલાએ બાદમાં અમેરિકન સંપત્તિને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા અને તોડફોડ કરવાના આરોપો સ્વીકાર્યા. તે 'ગ્રીન કાર્ડ' ધરાવતો યુનાઇટેડ સ્ટેટ્સનો કાયદેસર કાયમી નિવાસી છે. સાઈ 22મી મે 2023ના રોજ બપોરે સેન્ટ લુઈસ, મિઝોરીથી વોશિંગ્ટન જવા રવાના થયા હતા અને લગભગ 5:20 વાગ્યે ડલ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેણે સાંજે 6.30 વાગ્યે એક ટ્રક ભાડે લીધી અને વ્હાઇટ હાઉસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: ગીરમાં જલસો પડશે ગોવાના બીચ જેવો, આગામી 24 જાન્યુઆરીથી ત્રણ દિવસ બીચ ફેસ્ટિવલ યોજાશે


વોશિંગ્ટનમાં રાત્રે 9 વાગ્યે સાઈ વર્ષિત કંડુલાએ ટ્રકને વ્હાઇટ હાઉસ અને પ્રેસિડેન્ટ પાર્કને સુરક્ષિત રાખતા બેરિકેડ સાથે અથડાવી દીધી. તેણે ટ્રક ફૂટપાથ પર હંકારી દીધી, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. ઘટનાને અંજામ આપ્યા પછી, સાઈ ટ્રકમાંથી બહાર નીકળીને નાઝી ધ્વજ કાઢ્યો અને તેને લહેરાવ્યો. ન્યાય વિભાગે જણાવ્યું હતું કે 'અમેરિકા પાર્ક પોલીસ અને યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓએ ઘટનાસ્થળેથી કંડુલાની ધરપકડ કરી હતી અને તેને કસ્ટડીમાં લઈ લીધો હતો.'

ટ્રક લઈને વ્હાઇટ હાઉસને ઉડાવી નાખવાનો પ્રયાસ કરનારા ભારતીયને 8 વર્ષની સજા, ગ્રીન કાર્ડધારક હતો 2 - image


Google NewsGoogle News