અમેરિકામાં ભારતીયનો દબદબો, IIT મદ્રાસના પૂર્વ વિદ્યાર્થીને મળી MS Windowsની કમાન
Image Source: Twitter
વોશિંગ્ટન, તા. 27 માર્ચ 2024 બુધવાર
IIT મદ્રાસના પૂર્વ વિદ્યાર્થી પવન દાવુલુરીની માઈક્રોસોફ્ટ વિન્ડોઝ અને સરફેસના નવા ચીફ તરીકે નિમણૂક કરાઈ છે. દાવુલુરીએ સરફેસ સિલિકોન અને ડિવાઈસનો ચાર્જ લીધો છે. ગત પ્રમુખ મિખાઈલ પાર્ખિને વિન્ડોઝ અને વેબ એક્સપિરિયન્સ પર કેન્દ્રિત એક નવી ટીમનું નેતૃત્વ કર્યું છે. હવે વિન્ડોઝ અને સરફેસ બંનેની કમાન દાવુલુરીના હાથમાં છે કેમ કે પાર્ખિને નવી ભૂમિકાઓ શોધવાનો નિર્ણય કર્યો છે.
પીસી અને એક્સબોક્સ હાર્ડવેર, સરફેસ, વિન્ડોઝ અને સિલિકોનમાં કામ કરનાર માઈક્રોસોફ્ટના 23 વર્ષના અનુભવી દાવુલુરીએ પ્રોડક્શન ટીમને લીડ કરી છે અને સોફ્ટવેર અને હાર્ડવેર પ્લેબુકમાં કામ કર્યું છે.
કોણ છે પવન દાવુલુરી
IIT બાદ દાવુલુરી અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીમાં ગયા. તેમણે માઈક્રોસોફ્ટમાં એક રિલાયબિલિટી કમ્પોનેન્ટ મેનેજર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યુ અને 2021માં વિન્ડોઝ અને સિલી કોન એન્ડ સિસ્ટમ ઈન્ટિગ્રેશન માટે કોર્પોરેટ વીપી બનાવવા માટે રેન્કમાં આગળ વધ્યા. તેમણે ગયા વર્ષે વિન્ડોઝ પ્લસ ડિવાઈસ માટે કોર્પોરેટ વીપીની ભૂમિકા નિભાવી.
આ જાણકારી માઈક્રોસોફ્ટના એક્સપિરિયન્સ એન્ડ ડિવાઈસ હેડ રાજેશ ઝા ના એક ઈન્ટરનલ મેમોથી આવી છે, જેમાં નવા વિન્ડોઝ સંગઠનની રુપરેખા આપવામાં આવી છે. ઝા એ મેમોમાં કહ્યું છે આ આપણને અત્યારના એઆઈ યુગ માટે વિન્ડોઝ ક્લાઈન્ટ અને ક્લાઉડ સુધી ફેલાયેલા સિલિકોન, સિસ્ટમ, એક્સપિરિયન્સ અને ડિવાઈસના નિર્માણ માટે એક સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવવામાં સક્ષમ કરશે.