Get The App

ખાલિસ્તાન સમર્થકો પર ભારતનો જોરદાર પ્રહાર! BKE લીડર લખબીર સિંહ લાંડા આતંકી જાહેર

તે હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટન વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી છે

તે અનેક ગુનાખોરી અને પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
ખાલિસ્તાન સમર્થકો પર ભારતનો જોરદાર પ્રહાર! BKE લીડર લખબીર સિંહ લાંડા આતંકી જાહેર 1 - image


Khalistani News | બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના નેતા અને ગેંગસ્ટર લખબીર સિંહ લાંડાને (Lakhbir Singh landa) ભારત સરકારે આતંકવાદી જાહેર કરી દીધો છે. ભારત સરકારે આ નિર્ણય ગેરકાનૂની પ્રવૃત્તિઓ કાયદા હેઠળ લીધો છે. લાંડા પંજાબના તરનતારન જિલ્લાનો રહેવાશી છે. તે હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટન વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી છે. 

ગૃહમંત્રાલયે નોટિફિકેશન જાહેર કરી 

ગૃહ મંત્રાલયે આ બાબતે એક નોટિફિકેશન બહાર પાડીને નિર્ણયની જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે લાંડા પાકિસ્તાનથી ભારતમાં દાણચોરી કરીને આવતા હથિયારો અને IED ઉપકરણો પર નજર રાખવાનું કામ કરે છે.  તે 9 મે, 2022ના રોજ પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ છે. પંજાબ પોલીસ અને NIAએ આ મામલે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. 

રોકેટ હુમલા મામલે હજુ ફરાર 

જો કે હાલ તે ફરાર છે અને કેનેડામાં છુપાયેલો હોવાની માહિતી છે. લાંડા કેનેડામાં ખાલિસ્તાન તરફી તત્વો (PKE) સાથે પણ સંકળાયેલો છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર લાંડા પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સરહદ પારથી વિવિધ મોડ્યુલને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), હથિયારો, અત્યાધુનિક હથિયારો, વિસ્ફોટકો સપ્લાય કરે છે. પંજાબની સાથે તે દેશના વિવિધ ભાગોમાં પણ આતંકવાદી મોડ્યુલ તૈયાર કરે છે. ખંડણી, હત્યા, બ્લાસ્ટ, માદક દ્રવ્યોની દાણચોરી અને હથિયારોની દાણચોરી જેવી ગુનાખોરીમાં પણ તે સામેલ છે. 2021માં લાંડા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. NIAએ તેના પર ઈનામ પણ જાહેર કર્યું છે.

ખાલિસ્તાન સમર્થકો પર ભારતનો જોરદાર પ્રહાર! BKE લીડર લખબીર સિંહ લાંડા આતંકી જાહેર 2 - image


Google NewsGoogle News