લંડનમાં કાજુ-બદામના ભાવે મળે છે કારેલા, ભીંડાં 650 રૂપિયે કિલો, ભારતીયે પોસ્ટ કરેલો વીડિયો વાઈરલ
Indian Grocery Prices in London: બ્રિટનમાં લંડનમાં મોટાપાયા પર ભારતીયો રહે છે. તેના લીધે લંડનના બજારોમાં ભારતીય ફૂડ્સ સરળતાથી મળી જાય છે. પણ લંડનમાં મળતા ભારતીય ફૂડ્સનો ભાવ ભારત કરતાં કેટલાય ગણો વધારે છે. તમે જો ભીંડા અહીં 50 થી 60 રુપિયે કિલો ખરીદતા હોવ તો લંડનમાં તેનો ભાવ પ્રતિ કિલો 650 રુપિયા છે.
લંડનના સુપર માર્કેટમાં ભારતીય પ્રોડકટની કિંમત ખૂબ ઉંચી
અહીં ફક્ત ભીંડાની જ વાત નથી, બીજી બધી શાકભાજી અને ભારતીય ફૂડ્સની પણ વાત છે. લંડનમાં રહેલા ભારતીય ફૂડ્સના ભાવની ચર્ચા એટલા માટે થાય છે કેમકે લંડનમાં રહેતી એક ભારતીય યુવતી છવિ અગ્રવાલે આ રેટ્સનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જે હાલ ખૂબ વાયરલ છે.
કારેલા 1000 રુપિયના કિલો
છવિ સુપર માર્કેટમાં એક પછી એક એમ દરેક ભારતીય ફૂડ્સના રેટ જણાવે છે. આમાં તે બતાવે છે કે ત્યાં ભારતીય પ્રોડક્ટ કેટલી મોંધી છે. ભારતમા 20 રુપિયાવાળી ચિપ્સનું પેકેટ લંડનમાં 95 રુપિયામાં વેચાય છે. મેગીનું પેકેટ લંડનના સ્ટોરમાં 300 રુપિયામાં મળે છે. જ્યારે પનીરનું પેકેટ 700 રુપિયે, કારેલા 1000 રુપિયે કિલો વેચાય છે.
અડધો ડઝન કેરીની કિંમત 2400 રુપિયા
જ્યારે અડધો ડઝન અલ્ફાંસો કેરીની કિંમત 2400 રુપિયા છે. આ સિવાય 10 રુપિયાવાળા ગૂડડેની કિંમત 100 રુપિયા છે. લિટલ હાર્ટ નામના બિસ્કિટનું નાનું પેકેટ પણ 100 રુપિયામાં વેચાય છે. 400 ગ્રામ ભૂજિયા અહીં 100 થી 110 રુપિયામાં મળે છે, પણ તે લંડનમાં 1000 રુપિયામાં મળે છે.