Get The App

નવાઝ શરીફના પૌત્રના લગ્નમાં ભારતીય મહેમાન, પરિવાર સાથે પાકિસ્તાન પહોંચ્યા જાણીતા બિઝનેસમેન

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
નવાઝ શરીફના પૌત્રના લગ્નમાં ભારતીય મહેમાન, પરિવાર સાથે પાકિસ્તાન પહોંચ્યા જાણીતા બિઝનેસમેન 1 - image


PM Nawaz Sharif Grandson Wedding: પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પૌત્રના લગ્ન સમારોહમાં અનેક ભારતીય મહેમાનો પણ સામેલ થયા, જેમાં એક ભારતીય બિઝનેસમેનનું નામ પણ સામેલ થયા. મહેમાનોની સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરાયા હતા.

ભારતીય બિઝનેસમેન પોતાના વિશેષ વિમાનથી ભારતથી સીધા લાહોર પહોંચ્યાં અને તેમણે પોતાના પરિવાર સાથે નવાઝ શરીફના પૌત્રના લગ્નમાં હાજરી આપી. PML-Nના એક નેતાએ ગુરૂવારે તેની માહિતી આપી. 

આ પણ વાંચો: પાયમાલ થયેલા પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, તિજોરી ખાલી થતાં જોઈને સૈનિકોને આપ્યો ઝટકો

PML-Nના એક નેતાએ જણાવ્યું કે, લાહોરમાં રવિવારે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પૌત્ર જૈદ હુસૈન નવાઝના પેતૃક ગામ જાતિ ઉમરા રાયવિંડ આવાસમાં ભવ્ય લગ્ન સમારોહ યોજાયો, જેમાં દેશ-વિદેશના 700થી વધુ મહેમાન સામેલ થયા. આ મહેમાનોમાં એક નામ ભારતીય બિઝનેસમેન અને JSW સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદલનું સામેલ છે.

સજ્જન જિંદલ પરિવાર સાથે લાહોર પહોંચ્યા

ભારતીય ઉદ્યોગપતિ સજ્જન જિંદલ પોતાના પરિવારની સાથે મુંબઈથી સીધા લાહોર પહોંચ્યા અને નવાઝ શરીફના પૌત્રના લગ્ન સમારોહમાં સામેલ થયા. PML-Nના નેતાએ વધુમાં કહ્યું કે, આ લગ્ન સમારોહમાં અનેક અન્ય ભારતીય પણ સામેલ થયા. સજ્જન જિંદલ પરિવારના નવાઝ શરીફ સાથે સારા સંબંધ છે. તેમણે નવાઝ શરીફના દીકરા હુસૈન નવાઝને ખાડીમાં સ્ટીલ મિલ સ્થાપવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો: પાક.ની જેલમાં ભારતના 217 માછીમાર અને 49 નાગરિકો કેદ જ્યારે ભારતમાં 381 પાકિસ્તાની કેદ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવાઝ શરીફ મૂળ રીતે જમ્મુ કાશ્મીરના અનંતનાગના રહેવાસી છે, પરંતુ તેમના પિતા મુહમ્મદ શરીફ 1930ના દાયકામાં અમૃતસરના જાતિ ઉમરામાં જઈને વસ્યા. વિભાજન દરમિયાન તેમનો પરિવાર લાહોર ચાલ્યો ગયો અને ત્યાં જઈને વસ્યો.


Google NewsGoogle News