Get The App

અમેરિકામાં પેલેસ્ટાઇનના સમર્થનમાં રિદ્ધિ પટેલે મેયરને આપી હત્યાની ધમકી, તાત્કાલિક થઈ જેલ-લાખોનો દંડ

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં પેલેસ્ટાઇનના સમર્થનમાં રિદ્ધિ પટેલે મેયરને આપી હત્યાની ધમકી, તાત્કાલિક થઈ જેલ-લાખોનો દંડ 1 - image


Indian-American woman's threat-laden rant at Gaza meet: કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડમાં સ્થાનિક કાઉન્સિલની સુનાવણી દરમિયાન મેયર અને સિટી કાઉન્સિલના સભ્યોને "મારી નાખવાની" ધમકી આપ્યા પછી  28 વર્ષીય ભારતીય-અમેરિકન રિદ્ધિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં તે રડવા લાગી હતી. રિદ્ધિ પટેલ પેલેસ્ટાઈનની સમર્થક હોવાથી તે ગાઝામાં ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ વિરામ પ્રસ્તાવની વિરુદ્ધ છે. એવામાં તેણે પેલેસ્ટાઈનના વિરોધી એવા તમામ સિટી કાઉન્સિલ સભ્યોને હત્યાની ધમકીઓ આપી હતી. જેના કારણે તેને 12 એપ્રિલ, 2024ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. 

જુલમ કરનાર સામે હિંસક વિરોધ કરવાનો અધિકાર છે- રિદ્ધિ પટેલ 

બેઠકમાં રિદ્ધિએ સિટી કાઉન્સીલના સભ્યોને ગાળો આપતા કહ્યું કે "દરેક પીડિતને તેના પર જુલમ કરનાર સામે હિંસક વિરોધ કરવાનો અધિકાર છે અને જો કોઈ ગીલોટીન લાવીને તમારા બધાના ગળા કાપી નાખે તો સારું રહેશે." તેમજ તેણે કહ્યું હતું કે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે મિટિંગમાં ક્યારેય મેટલ ડિટેક્ટર કે આટલી પોલીસ ફોર્સ જોઈ નથી. આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી પેલેસ્ટિનિયનોને ગુનેગાર સાબિત કરી શકાય.

રિદ્ધિ પર ગુંડાગીરીનો આરોપ 

રિદ્ધિના આવા નિવેદન પર મેયર કેરેન ગોહે રિદ્ધિના નિવેદનને ધમકી ગણીને તેના પર 16 ગુનાનો આરોપ મુક્યો છે અને હવે તે $1 મિલિયન (83.61 લાખ રૂપિયા)ના જામીન પર જેલમાં બંધ છે. રિદ્ધિને 16, 24 અને 25 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિદ્ધિ પટેલ 'સેન્ટર ઑફ રેસ, પોવર્ટી એન્ડ એન્વાયર્નમેન્ટ' સંસ્થા સાથે સંકળાયેલી છે. આ સંસ્થા ઓછી આવક ધરાવતા સમુદાયોને કાનૂની સહાય પૂરી પાડવાનો દાવો કરે છે.

સિટી કાઉન્સિલ સભ્યો પર કરી કટાક્ષ 

સિટી કાઉન્સિલની બેઠકમાં તેમણે સભ્યો વિષે કહ્યું કે, દુનિયામાં શું થઈ રહ્યું છે તેની આ લોકોને કોઈ જાણ જ નથી. આ દરમિયાન તેમણે હિંસક ક્રાંતિને યોગ્ય ઠેરવવા નવરાત્રીનું ઉદાહરણ પણ આપ્યું હતું અને કહ્યું હતું કે આ તહેવાર ગ્લોબલ સાઉથમાં ઉજવવામાં આવે છે. રિદ્ધિ ઘણીવાર પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કરી ચૂકી છે.

ઇઝરાયેલ પર હમાસના હુમલાને કારણે શરૂ થયું હતું યુદ્ધ 

ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર અચાનક હમાસના હુમલાને કારણે શરૂ થયેલા યુદ્ધમાં 33,000 થી વધુ લોકોના જીવ ગયા છે. જેથી યુએસ સહિત ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઇઝરાયેલ પર યુદ્ધવિરામ માટે દબાણ કરી રહ્યા છે. ઇઝરાયલ, જેણે હમાસ "નાબૂદ" ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે, તે પણ સીરિયામાં ઇરાની એમ્બસી પર આ મહિને ઇઝરાયેલી હુમલા પછી ઇરાન દ્વારા હુમલાના જોખમનો સામનો કરી રહ્યું છે.

અમેરિકામાં પેલેસ્ટાઇનના સમર્થનમાં રિદ્ધિ પટેલે મેયરને આપી હત્યાની ધમકી, તાત્કાલિક થઈ જેલ-લાખોનો દંડ 2 - image


Google NewsGoogle News